પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૨
નૈરોબી, તા. ૧૯-૨-'૭૦ કિસુમુ
નૈરોબીથી કિસુમુ પ્લેનમાં આવ્યા. કિસુમુ ઍરપોર્ટ ઉપર યોગીજી મહારાજની થૂકદાની, સરતચૂકથી પ્લેનમાંથી ઉતારવાની રહી ગઈ. ઉતારે આવ્યા ત્યારે ખબર પડી. પછી તપાસ કરાવી પણ મળી નહિ. થૂકદાની દેશમાંથી સાથે લાવ્યા હતા. આ દેશમાં એવી થૂકદાની મળે નહિ. એટલે એનો ખરખરો કરતા સ્વામીશ્રી કહે,
'આપણું પવાલું (થૂકદાની) પ્લેનમાંથી કોઈ લઈ ગયો. જે લઈ ગયો તેનું સારું થશે.'
દરેકનું સારું ઇચ્છનાર સ્વામીશ્રીની યાદીમાંથી, એમનું પવાલું લઈ જનાર પણ બાકાત રહી શક્યો નહિ !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-48:
Becoming Fulfilled
“… In fact, one who is able to contemplate upon God’s form has become fulfilled and has nothing more left to do.”
[Gadhadã II-48]