પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-12-2016, સાંકરી
આજે સાંજે સ્વામીશ્રી ફળનો મેવો અંગીકાર કરી રહેલા ત્યારે સંતોએ તેઓને પૂછ્યું : ‘આપને જાદરિયું ભાવે ?’
‘પેટને પૂછીને જમું છું, જીભને પૂછીને નહીં.’ સ્વામીશ્રીએ પોતાની આહારમીમાંસા જણાવતાં કહ્યું.
તે સાંભળી સંતોએ વિશેષ પૃચ્છા કરી કે ‘કોઈ વાર સારી વસ્તુ જોઈને વધુ જમી જવાય એવું થયું છે ?’
‘ના, ક્યારેય નહીં...’ સ્વામીશ્રી સહજભાવે બોલ્યા.
‘આપને આ વસ્તુ સારી ને આ વસ્તુ નરસી એવું રહે છે ?’
‘ના.’ સ્વામીશ્રી બોલ્યા.
શાસ્ત્રોએ કહ્યું છે કે ‘जितं सर्वं जिते रसे...’ જેણે રસના ઇન્દ્રિય જીતી છે તેણે સર્વે ઇન્દ્રિયો જીતી છે. આ ઇન્દ્રિયજિતની સ્થિતિ સ્વામીશ્રીમાં આજે સૌ જોઈ રહ્યા.
Vachanamrut Gems
Kãriyãni-9:
Not Developing a Grudge Towards a Devotee
"Therefore, one who understands the greatness of a devotee of God in this way will never develop a grudge due to a person's flaws. Moreover, one who understands such greatness never takes into account even minor drawbacks that are present in a devotee of the manifest form of one's own Ishtadev…"
[Kãriyãni-9]