પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૧
નૈરોબી, તા. ૧૯-૨-'૭૦ બપોરે ૧-૨૦
ઠાકોરજી જમાડી ગઢડા પ્રથમ ૮મું વચનામૃત વંચાવતા પણ યોગીજી મહારાજે એ જ મુદ્દો કાઢ્યો :
'ઈશ્વરભાઈ, તમારો મોટો દીકરો રાજેન્દ્ર લેવો છે. દેશના તૈયાર થાય તો આફ્રિકાવાળાને કહેવાય...
સત્પુરુષમાં જોડાવાય તો મમત્વ બુદ્ધિ ઓછી થઈ જાય. અબજોપતિને તરણાતુલ્ય માને...
આપણે છાપરામાં રહીએ તો દુઃખ થાય ?
પ્રકૃતિપુરુષ સુધી મહારાજની મૂર્તિ વિના વૈરાગ્ય થઈ જાય.
કોઈ આકાશમાં ઊડી હેઠો આવતો હોય, ને ભોંમાં સો હાથ જતો હોય, તોય સ્વામિનારાયણ સિવાય તેમાં માલ ન મનાય એ વૈરાગ્ય.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-22:
Fruits of Bhakti
“… One who cultivates this inclination of profound, loving bhakti loses all attachment to the panchvishays and is able to maintain ãtmã-realisation without even having to try.”
[Gadhadã III-22]