પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૪
કંપાલા, તા. ૨૮-૧૦-'૫૯
અહીં યોગીજી મહારાજ ટેકરા ઉપર રણછોડભાઈના બંગલે ઊતર્યા હતા. મંદિરમાં પ્રતિષ્ઠાની તૈયારી ચાલતી હતી તેથી ઉતારો અહીં જ હતો. બપોરે અહીં જ ઠાકોરજી જમાડતા. મંદિરેથી કથાવાર્તા કરી લગભગ ૧૨ વાગે ઉતારે પધારે, પછી જમવા બેસે. જમતી વખતે સાથેના હરિભક્તો સિવાય કોઈ ને કોઈ સ્થાનિક હરિભક્તને પણ સાથે જમવા બેસાડે. યોગીજી મહારાજ કહે : 'આપણને એકલા મજા ન પડે, કોઈ ને કોઈ જોઈએ.' અને યોગીજી મહારાજની ઇચ્છાથી બને પણ એવું જ કે તે વખતે કોઈ હરિભક્ત ત્યાં આવી જ જાય. રણછોડભાઈને સાથે જ બેસાડતા અને પ્રસાદી આપતા.
અહીં ઠંડીને કારણે યોગીજી મહારાજ સગડી અખંડ પાસે રખાવતા. શરૂઆતમાં હરિભક્તોએ ઇલેક્ટ્રિક સગડી મૂકી, પણ યોગીજી મહારાજ કહે કે મને તેનાથી માથું દુઃખે છે, એમ કહીને ઇલેક્ટ્રિક સગડી કઢાવી નંખાવતા અને કોલસાની સગડી જ રખાવતા. આધુનિક કોઈ સગવડ તેઓ પસંદ કરતા નહિ. ન છૂટકે જ તેનો ઉપયોગ કરતા. વળી, કોલસાની સગડીમાં સગડી પેટાવવી, કોલસા નાંખવા વગેરે સેવાનો લાભ સૌને મળે જ્યારે ઇલેક્ટ્રિક સગડીમાં તે ન મળે.
બહારના ઓરડામાં પોપટનું પાંજરું હતું. યોગીજી મહારાજ સવારે નહાવા જતાં તેના તરફ દૃષ્ટિ કરતા. એકવાર તેને બોલાવતાં કહે, 'પોપટ બોલ.' પણ પોપટ બોલ્યો નહિ એટલે પોતે બોલ્યા, 'રણછોડભાઈ બોલાવે તો બોલે, આપણાથી ન બોલે ! કાંઈ નહિ તેને સંસ્કાર તો પડ્યા.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-10:
To Attain Liberation
"Therefore, one who aspires to attain liberation should not follow the path of unrighteousness; instead, one should follow the path of righteousness and keep the company of a true sãdhu. As a result, one would certainly, without a doubt, attain liberation."
[Sãrangpur-10]