પ્રેરણા પરિમલ
સાદાઈ એ જ ઘરેણું
મહુવામાં ભગતજી મહારાજની સાર્ધ શતાબ્દી ઉજવાતી હતી એ વખતે સંતોએ અતિ આગ્રહથી પ્રમુખસ્વામી મહારાજને નવાં ધોતિયાં પહેરાવ્યાં. સમૈયા પછી સ્વામીશ્રી કહે, 'હવે જૂનાં લાવો.'
સેવકે કહ્યું : 'એ તો સારંગપુર મોકલી દીધાં.'
થોડા દિવસ પછી સ્વામીશ્રી સારંગપુર ગયા અને સવારે ફરી પાછાં પેલાં જૂનાં ધોતિયાં માગ્યાં.
સેવકે જવાબ આપ્યો : 'હજુ ધોવાનાં અને રંગવાનાં છે,' અને એ બહાના હેઠળ જૂનાં ધોતિયાં ન આપ્યાં.
બીજે દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વામીશ્રીએ કહ્યું : 'જૂનાં ધોતિયાં લાવો તો જ પહેરવાં છે.'
આવું બોલી પહેરેલાં કટકે બેસી ગયા. જૂનાં ધોતિયાં મગાવીને જ પહેર્યાં.
સ્વામીશ્રીએ ધન, ભૌતિક સાધનો કે સુખસગવડની વસ્તુઓ કે પછી યશ કે કીર્તિ- કશાની સ્પૃહા રાખી નથી. એટલું જ નહીં સત્સંગીઓ અને સંતો પણ એમાંથી મુક્ત થાય એવી પ્રેરણા આપી છે.
Vachanamrut Gems
Gadhadã II-10:
Requirements for Attaining Liberation
"… Therefore, a person who aspires to attain liberation should realise God to possess a definite form and should maintain His firm refuge."
[Gadhadã II-10]