પ્રેરણા પરિમલ
...તેથી હાથ ધોઈ નાખ્યા
નાણાંનો સ્પર્શ થઈ જાય તો પ્રમુખસ્વામી મહારાજ અગ્નિથી દાઝી ઊઠ્યા હોય એવો અનુભવ કરે છે. સ્વામીશ્રી સને ૧૯૮૫માં સ્વામીશ્રી લંડન હતા ત્યારે સંપ્રદાયની પ્રણાલિકાઓથી અજાણ મૂળશંકર ગોર નામના એક ભાવિકે ખિસ્સામાંથી એક પાઉન્ડ કાઢીને સ્વામીશ્રીના હાથમાં ભેટ તરીકે મૂક્યો. સ્વામીશ્રીએ સ્પર્શ થતાં જ હાથ પાછો ખેંચી લીધો. પચીસ વખત ધૂળથી હાથ ધોઈ નાખ્યા. શ્રી ગોરને સંપ્રદાયના નીતિનિયમો સમજાવ્યા. ગોરે સ્વામીશ્રીની માફી માગી કહ્યું : 'સ્વામી, અમે અજાણ્યા. આપના નિયમોની અમને ખબર નથી.' સ્વામીશ્રી કહે, 'તમે અજાણ્યા કહેવાઓ, તમને ખબર ન હોય એ બરાબર છે. પણ અમારો નિયમ, તેથી હાથ ધોઈ નાખ્યા.'
Vachanamrut Gems
Gadhadã II-11:
Activities of a Devotee and Non-Devotee
"But in fact, there is vast difference between the activities of a devotee of God and the activities of a non-believer. How? Well, all activities of a non-believer are for pampering his indriyas, whereas all activities of a devotee of God are solely for serving God and His devotee…"
[Gadhadã II-11]