પ્રેરણા પરિમલ
નિયમ એ નિયમ
પ્રમુખસ્વામી મહારાજ પોતે સુષુપ્તિમાં હોય તો પણ કોઈ સ્ત્રી પોતાની નજીક ન ફરકે એનો પણ એમનો પાકો આગ્રહ રહે છે. સને ૧૯૮૦ના વર્ષ દરમ્યાન અમેરિકાના વિચરણ વખતે કુશળ નેત્રચિકિત્સક ડૉ. હચીન્સન દ્વારા નિદાન થયું કે સ્વામીશ્રીને બંને આંખે મોતિયો પાકી ગયો છે અને ત્વરિત આૅપરેશનની જરૂર છે. બોસ્ટનની જાણીતી હૉસ્પિટલ મેસેચ્યુસેટ્સ જનરલ હૉસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી થયું. સ્વામીશ્રી માટે સ્ત્રી નર્સ ન હોય એવી હૉસ્પિટલ જોઈએ. અમેરિકામાં એ ક્યાંથી શક્ય હોય ? વળી હૉસ્પિટલની સર્વસામાન્ય વ્યવસ્થાનો ભંગ કરવા ડૉક્ટર પણ કેવી રીતે તૈયાર થાય? સ્વામીશ્રી તો એમ જ કહેતા હતા કે જો એવી વ્યવસ્થા ન થઈ શકે તો આૅપરેશન દેશમાં કરાવી લઈશું. ડૉક્ટરે તાકીદના આૅપરેશન ઉપર ભાર મૂક્યો હતો. જો એમ ન કરવામાં આવે તો ઝામરનો અને આંખો ખોવાનો ભય હતો.
ડૉક્ટર સહૃદયી હતા એટલે ઉકેલ લાવતાં પુછાવ્યું : 'તમને બેભાન કર્યા બાદ નર્સ આવે તો વાંધો નથી ને ?' સ્વામીશ્રી આ માટે પણ તૈયાર નહોતા. આખરે મુખ્ય ડૉક્ટરે હૉસ્પિટલની સામાન્ય પ્રણાલિકાઓ અભરાઈએ ચડાવી પુરુષ નર્સોની વ્યવસ્થા કરી.
Vachanamrut Gems
Gadhadã II-11:
Consequences of Perceiving a Flaw in a Devotee
"Therefore, if in any way a person perceives a flaw in a devotee of God who, by God's command, performs karmas for the purpose of pleasing God, then adharma and its retinue will enter and reside in the perceiver's heart."
[Gadhadã II-11]