પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૦
જૂનાગઢ, તા. ૨૫-૬-'૫૯
આજે વણથળી મંદિરમાં તથા સૂર્યકુંડે દર્શન કરી જૂનાગઢ જવા નીકળ્યા. રસ્તામાં યોગીજી મહારાજ કહે : 'અહીંની કેસર કેરી જરા પણ ખાટી નહિ, બધી ગળી, તેમ સત્સંગમાં અભાવ-અવગુણરૂપ ખટાશ ન આવે તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે. માટે સંતો, હરિભક્તોમાં દિવ્યભાવ રાખવો, નિર્દોષ બુદ્ધિ રાખવી જો તેમ રહે તો કરવાનું-જાણવાનું કાંઈ બાકી રહેતું નથી.'
'અમે શાસ્ત્રીજી મહારાજ સાથે રઢુથી બોચાસણ ચૌદ માઈલ ગાડામાં જતા. શાસ્ત્રીજી મહારાજ પલાંઠી વાળીને ટેકા વગર બેસતા. ઠેઠ સુધી એક આસને બેસતા. જરા પણ હાલે-ચાલે નહિ, અને હું પાછળ બેસીને વાતો બોલું. તે મૂર્તિ હજુ ઇદમ્ સાંભરે છે તે સુખ મોટરમાં બેઠા કરતાં પણ વધુ આવતું...'
'જૂનાગઢથી વણથળીનો રસ્તો પ્રસાદીનો. અનેકવાર મહારાજ ચાલેલા,' એમ બોલતા જાય ને યોગીજી મહારાજ રસ્તાને બે હાથ જોડી પગે લાગતા જાય. જૂનાગઢ નજીક આવતાં ગિરનાર દેખાયો. તે તરફ જોતાં યોગીજી મહારાજ કહે : 'અહીં ઘણા મુક્તો રહે છે.' એમ કહી ગિરનારને પણ બે હાથ જોડી પગે લાગ્યા.
આવી દિવ્યતા રેલાવતા સ્વામીશ્રીની મૂર્તિમાં સૌ લીન થઈ ગયા હતા, ત્યાં જૂનાગઢ આવી ગયું. મંદિરમાં, વાડીમાં તથા બ્રહ્મકુંડે - દરેક પ્રસાદીના સ્થળે યોગીજી મહારાજે ભાવ નીતરતાં હૈયે અને હાથે દર્શન કર્યાં. દર્શનની અલૌકિક રીત સૌને શીખવી.
લગભગ ૩ વાગે ઠાકોરજી જમાડ્યા અને તુરત યોગીજી મહારાજ પધરામણીએ પધાર્યા. અહીંથી ૫.૩૦ વાગે વિદાય લઈ જેતપુર જવા નીકળ્યા. જૂનાગઢ છોડતાં યોગીજી મહારાજ કહે : 'અહીં ગુણાતીત હદ પૂરી થઈ !'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-18:
The Key to Developing Redemptive Virtues
Thereupon Shriji Mahãrãj said, "If a person has shraddhã, if he encounters the company of a true Sant, and if he develops shraddhã in the words of that Sant, then all of the redemptive virtues of swadharma, vairãgya, gnãn, bhakti, wisdom, etc., would develop in his heart, and the vicious natures of lust, anger, etc., would be burnt away. Conversely, if he encounters evil company, and if he develops shraddhã in their words, then all of the virtues of vairãgya, wisdom, etc., would be destroyed…"
[Sãrangpur-18]