પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની લાગણીસભર સમજાવટ
એક યુવકને અન્ય જ્ઞાતિની અને અન્ય ધર્મની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. એ હિન્દુ સિવાયની જ્ઞાતિની હોવાથી એમના રૂઢિચુસ્ત માતુશ્રીને સંકોચ હતો, કારણ કે તેઓનાં માતુશ્રીએ પોતાના ઘરની બહાર ક્યારેય પાણી પણ પીધું ન હતું. છોકરાને દુખવવામાં પણ તેઓ દુઃખી થતાં હતાં અને છોકરાના સંસ્કારો જતા જોઈને પણ તેઓ વિશેષ દુઃખી હતાં. છેવટે એમણે છોકરાને સ્વામીશ્રી પાસે મોકલ્યો અને કહ્યું કે 'બાપા જે આજ્ઞા કરે એ મને શિરોમાન્ય છે.'
સ્વામીશ્રીએ શાંતિથી એ યુવકના વિચારો સાંભળ્યા અને ત્યારપછી સ્વામીશ્રીએ એ યુવકને કહ્યું : 'જે માબાપે તને ઉછેરીને મોટો કર્યો છે એને દુઃખ થાય એ કેવું કહેવાય ?'
થોડીવાર થોભી એને લાગણીમાં તણાવા દઈને સ્વામીશ્રી કહે : 'માબાપનાં દુઃખ સામે જોવું. માતા પહેલાં છે અને એની સામે આપણે પહેલું જોવાનું છે. જિંદગીભર એમની સેવા કરવાની છે. માની લાગણીને ધક્કો મારે એ ખાનદાની ન કહેવાય. બીજી સારામાં સારી મળશે. આના ઉપર જ આપણે ક્યાં મેખ માર્યો છે ? તું એને પણ પ્રેમથી કહેજે કે 'મને બીજો કોઈ વાંધો નથી, પણ મારાં માતા દુખાય એ મને પાલવે નહીં. આ જ શબ્દ કહેજે કે મારાં માબાપ રાજી નથી અને હવેથી મનથી તું કાઢી નાખજે. તું એનાથી જ સુખી થઈશ એમ ન માનતો. ભગવાન બધી જ રીતે સાનુકૂળ કરી દેશે અને સુખી પણ કરશે. તું વિચાર કર - તારાં મધર બહારનું પાણી પણ પીતાં નથી તો આ છોકરી ઘરમાં આવે તો શું દશા થાય? એટલે તું સંબંધ છોડી જ દે. હું આશીર્વાદ આપું છુ કે તું સુખી થઈશ. ગોંડલ અક્ષરદેરીમાં પ્રાર્થના કરજે અને એમ પણ પ્રાર્થના કરજે કે એ છોકરી પણ સુખી થાય.'
આટલું કહ્યા પછી સ્વામીશ્રી કહે : 'મનમાં ઊતર્યું ને? પાછો ડિપ્રેશનમાં ન આવી જતો. હિંમત રાખજે. ભગવાનનું બળ રાખજે. માબાપનો ત્યાગ કઈ રીતે કરી શકીએ? ભલા માણસ!'
સ્વામીશ્રીના લાગણીસભર શબ્દો અને સમજાવટથી એ યુવક સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે કરવા માટે સંમત થયો.
આજની યુવા પેઢીને પશ્ચિમની હવા, માતા-પિતા ને પરિવારથી દૂર ખેંચી રહી છે ત્યારે સ્વામીશ્રી સાથે સ્નેહને તાંતણે બંધાયેલાં યુવાહૃદય સાબુત બચી જાય છે. કહોને કે સ્વામીશ્રી જ તેને બચાવી લે છે. (૧૫-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Gadhadã I-34:
Happiness and Misery
"Therefore, the happiness and misery experienced by a non-believer is determined by his own karmas. As for a devotee of God, whatever misery he suffers is due to negligence in observing God's injunctions for the sake of worthless objects; and whatever happiness he does experience is a result of following the injunctions of God."
[Gadhadã I-34]