પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭
ગઢપુર જતાં મોટરમાં, તા. ૧૭-૫-'૫૯
આગલે દિવસે, અટલાદરાના સુમનભાઈની મોટરમાં યોગીજી મહારાજ સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા. તેઓ પાછળની બેઠકમાં સહેજ ઝોલે ચઢ્યા. આગળ બેઠેલા સુમનભાઈના મિત્ર ચંદુભાઈને સ્વામીશ્રી 'રામ રામ' બોલી રહ્યા છે એમ લાગ્યું. ખરી રીતે 'નારાયણ નારાયણ' શબ્દ સંભળાતો હતો. તે શબ્દ બહુ પરિચિત ન હોવાથી તે ખ્યાલ તેમને પાછળથી આવ્યો.
બીજે દિવસે ગઢપુર જઈ રહ્યા હતા. યોગીજી મહારાજ તેમની પાસે આગળની બેઠકમાં બેઠા હતા. કદાચ તેમની ભ્રાંતિ દૂર કરવી હશે. રાતનો જ સમય હતો. ફરીવાર તેઓના બ્રહ્મરંધ્રમાંથી કંઈક અવાજ સંભળાયો. પરંતુ તે કંઈક સ્પષ્ટ હતો અને 'સ્વામિનારાયણ, સ્વામિનારાયણ' શબ્દો સંભળાતા હતા.
આ નવા હરિભક્તને 'સ્વામીશ્રીને સુષુપ્તિમાં પણ ભજન થાય છે, સુષુપ્તિ અવસ્થા જ નથી' એવો અનુભવ થતાં તેમની સાધુતાની પ્રતીતિ થઈ.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-11:
Intensely Focused Vrutti on God
"Thus, whether after one life, or after countless lives, or even in the last moments before one dies, should a devotee's vruttis become intensely focused on God, no deficiency would remain in that devotee."
[Sãrangpur-11]