પ્રેરણા પરિમલ
કરુણાગંગા
કારમા દુષ્કાળના અરસામાં પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી ડાંગરામાં કેટલકૅમ્પ શરૂ કર્યો હતો. ત્યાં ૩૫૦ પશુ હતાં. ત્યાંના અનુભવે અને ત્યાં પડતી તકલીફોના આધારે સંત જ્ઞાનપ્રસાદ સ્વામીએ વાસ્તવિક વાત કરી કે 'અત્યારે જેટલાં છે એનાથી આગળ વધવા જેવું નથી.' ત્યારે સ્વામીશ્રીએ ભાવમાં આવી જઈને કહ્યું : '...મારે તો લાખ ઢોર રાખવાં છે. ન કેમ રાખી શકીએ ? હું ૩૦૦ સંતોને કામે લગાડીશ. અત્યારે બેસી રહેવાય એવું નથી. પશુઓનું દુઃખ તો જુઓ !' ખેડા અને સુરત જિલ્લામાં સંસ્થા દ્વારા ચાલતા કેટલ કેમ્પ અને અન્ય રાહત કાર્યોમાં મળતી સબસિડી રદ થયા પછી ઈશ્વરચરણ સ્વામીએ જ્યારે ફોન પર સ્વામીશ્રીનો સંપર્ક સાધ્યો ત્યારે સ્વામીશ્રીએ જણાવી દીધું : 'સબસિડી ન આપે તોય બધાં ઢોરને લઈ જાઓ. ભલે વધારે ખર્ચ ભોગવવો પડે.' સ્વામીશ્રીએ એક ઉદ્દાત્ત અને ગૌરવશાળી દૃષ્ટિ રાખીને કરુણાગંગા જ વહાવી હતી!
Vachanamrut Gems
Gadhadã II-18:
Means to Redeeming Five Sins
"… Now, even if a person has committed the five grave sins, if he has faith in God, then at some time or another he will be redeemed…"
[Gadhadã II-18]