પ્રેરણા પરિમલ
કરુણાસાગર સ્વામીશ્રી
રાજકોટ નજીક રતનપુરમાં એક જગ્યાએ પાંચેક હજાર વાછરડા રાખવામાં આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ એ સ્થળની મુલાકાતે ગયા. એ વખતે એ વાછરડાઓનો આખો સમૂહ સ્વામીશ્રીની પાછળ પાછળ ફરવા લાગ્યો. નવી અજાણી વ્યક્તિ પાછળ આ આકર્ષણ શેનું ? સ્વામીશ્રીએ આનું રહસ્ય જાણવા સ્થાનિક માણસોને પૂછ્યું એટલે જાણવા મળ્યું કે બેત્રણ દિવસથી આ પાંચ હજાર જીવોને ખાવા જ મળ્યું નથી. એટલે આ વાછરડાઓ નવી આવનાર વ્યક્તિ પાસે કંઈક આશા રાખીને એની પાછળ પાછળ ઘૂમે છે. આ વાછરડાઓને એમ જ થયું છે કે આપ એમના માટે કંઈક લઈને આવ્યા છો !
એ વખતે તો સ્વામીશ્રી કંઈ બોલ્યા નહીં, પણ સાંજે ગોંડલ આવીને તરત જ કોઠારી જ્ઞાનપ્રસાદ સ્વામીને બોલાવ્યા અને વાત કરી કે 'રતનપુરમાં જે રીતે વાછરડાઓ પાછળ દોડતા હતા એ હું જોઈ જ ન શક્યો. અત્યારે ને અત્યારે રાજકોટ યોગીસ્વરૂપ સ્વામીને કહેવડાવી દો કે ઘાસના છ ખટારા ત્યાં મોકલાવી દે.' દુષ્કાળ વખતે અત્યંત વણસી ગયેલી પરિસ્થિતિમાંથી પશુ અને માનવીને ઉગારી લેવા કેડ બાંધી હતી.
Vachanamrut Gems
Gadhadã II-21:
Not Falling From Path of Liberation
"… because they had the same conviction in and knowledge of the greatness of the manifest form of God and the manifest form of the Sant as they had of their past forms, they did not fall from the path of liberation. Thus, the essence of all of the scriptures is this very fact."
[Gadhadã II-21]