પ્રેરણા પરિમલ
'દૃઢતા રાખીશ તો શરીર માપમાં રહેશે...'
મંદિરના આજીવન સેવક નારાયણભાઈને મળ્યા. નારાયણભાઈએ છ મહિના સુધી પાકાં ધારણાંપારણાં કર્યાં હતાં. અને પારણાં વખતે પણ પત્તરમાં એક જ વખત લેવાનો નિયમ રાખ્યો હતો. સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે તેઓએ આ તપ કર્યું એમાં ૨૨ કિલો વજન તેઓનું ઊતર્યું હતું.
સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા અને પારણાં કરાવ્યા અને ત્યારપછી ટકોર કરતાં કહ્યું કે 'શરીર પાછુ વધી ન જાય એ જોજે.'
'આપ કહો તો પાછા ધારણાંપારણાં ચાલુ રાખું.'
'ધારણાંપારણાં કરતાં કન્ટ્રોલ કરવાનું રાખો.' સ્વામીશ્રીએ સ્થૂળકાય ધરાવતા પ્રત્યેક વ્યક્તિ માટે જાણે કે સૂત્ર આપ્યું.
સ્વામીશ્રી આગળ કહે : 'જાડા માણસો ખાય એટલે એવું ને એવું થઈ જાય. એટલે માપમાં રાખે તો સારું. નારાયણ ! અખંડ જાણપણારૂપ દરવાજે રહેજે. સંતો તને પ્રેમથી પીરસવા આવશે. એમને પ્રેમ આવી જશે અને જમાડ જમાડ કરશે, પણ તારે પગે લાગીને કહી દેવું કે મહેરબાની કરીને મને ન પીરસશો. જો આવી દૃઢતા રાખીશ તો જ તારું નહીં વધે. સંતો તો કહેશે દેરીનો પ્રતાપ છે તને કંઈ નહીં થાય, પણ તારે સાંભળવું જ નહીં. જો આ રીતે કંટ્રોલ રાખીશ તો જ તારું શરીર માપમાં રહેશે.' (૧૦-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Gadhadã I-25:
Requirements of Offering Bhakti to God
"Moreover, a person should very firmly maintain both the knowledge of God's greatness as well as the knowledge of the ãtmã coupled with vairãgya. He should also feel fulfilled by realising, 'Now I have no deficiencies remaining.' With this understanding, he should constantly offer bhakti to God. Having said this though, he should not get carried away in the elation of this understanding. Nor should he feel unfulfilled. If he does feel unfulfilled, then the blessings that have been showered upon him by God can be considered as not having germinated - like a seed sown in saline soil. Conversely, if he gets carried away and begins to behave waywardly, then that is like having thrown a seed into a fire, which burns it. Therefore, if one understands as I have explained, then no form of deficiency will remain whatsoever."
[Gadhadã I-25]