પ્રેરણા પરિમલ
નિર્માનીપણું
શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવની આગલી રાત્રે પ્રમુખસ્વામી મહારાજ સભાની સમગ્ર વ્યવસ્થા તથા અન્ય પૂર્વતૈયારી પતાવી લગભગ બે વાગે આરામ કરવા ગયા. સ્વામીશ્રી સૂતા ત્યાં જ નડિયાદ તરફના એક હરિભક્ત આવીને સ્વામીશ્રી જ્યાં સૂતા હતા એ ઓરડાનું ખુલ્લું બારણું ખટખટાવવા લાગ્યા. ધર્મજીવનદાસ સ્વામી એ વખતે સ્વામીશ્રીની સેવામાં હતા એટલે એ ઓરડામાં જ સૂતા હતા. એમણે બહાર આવીને એ ભાઈને આટલી મોડી રાત્રે આવવાનું કારણ પૂછ્યું ત્યાં તો સ્વામીશ્રી જાગી ગયા અને એ પણ બહાર આવ્યા. પેલા ભાઈ તો બોલવા લાગ્યા કે અહીં કોઈ ધ્યાન રાખતું નથી. ઉતારો નથી મળ્યો ને ગાદલાં-ગોદડાંની વ્યવસ્થા નથી. એ ભાઈ રાતના કસમયે આવ્યા હતા એ વાત લક્ષમાં લીધા સિવાય ઊભરો ઠાલવતા હતા. સ્વામીશ્રીએ એમની કઠોર વાણી સાંભળી લીધી પણ આકળા ન થયા. એમણે પોતાનું ગાદલું, રજાઈ અને ઓશીકું ધર્મજીવનદાસ સ્વામીને આપીને સૂચના કરી કે, 'આ ભાઈને આ લઈને પાથરી આપો.' સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે ધર્મજીવનદાસ સ્વામીએ પેલા ભાઈને સૂવાની વ્યવસ્થા કરી આપીને શાંત કર્યા. આવી આવી અનેક ઘટનાઓમાં સ્વામીશ્રીની નિર્માનિતાનાં આપણને દર્શન થાય છે.
Vachanamrut Gems
Gadhadã II-10:
Power of Bhakti
"Bhakti has a lot of power; and while gnãn and vairãgya also have such power, it is not as much as that of bhakti. However, true bhakti is extremely rare…"
[Gadhadã II-10]