પ્રેરણા પરિમલ
ભાવ પૂરો કર્યો!
સ્વામીશ્રી ગોંડલ જવા વિદાય લઈ રહ્યા હતા ત્યારે બંને બાજુ હરિભક્તો હાથ જોડીને દર્શનાતુર ઊભા હતા. સ્વામીશ્રી આંખ દ્વારા સૌને મળતાં મળતાં હાથ જોડીને આગળ વધી રહ્યા હતા. કોર્ડન તોડીને કેટલાક સ્વામીશ્રીને પગે લાગવામાં સફળ નીવડતા હતા.
એક હરિભક્ત તો સ્વામીશ્રીની બરાબર સામે આવીને ઊભા રહ્યા અને મોટું પેટ બતાવતાં કહેઃ 'હાથ ફેરવો બાપા ! પેટ ઉપર.'
'કેમ કંઈ રોગ છે ?'
'ના. ઓછુ થાય.'
સ્વામીશ્રી આ સાંભળીને હસી પડ્યા અને પેટ ઉપર હાથ ફેરવી અને તેઓનો ભાવ પૂરો કર્યો. (૧૦-૧૧-૨૦૦૪, રાજકોટ)
Vachanamrut Gems
Gadhadã I-25:
Means to Experiencing Absolute Fulfillment
Thereupon Shriji Mahãrãj said out of compassion, "A devotee of God who observes only swadharma does not feel completely fulfilled within his heart. That feeling of fulfillment can only be attained by ãtmã-realisation and the knowledge of God's greatness. Moreover, the extent of the deficiency in these two attributes determines the extent of the deficiency in his experience of fulfillment. Therefore, a devotee of God should firmly cultivate these two qualities."
[Gadhadã I-25]