પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫
નૈરોબી, તા. ૯-૨-'૭૦
અહીં યોગીજી મહારાજની પ્રાતઃપૂજા વખતે યુવકો, 'આજ મારે ઓરડે રે...' એ કીર્તન સુંદર રાગ-ઢાળમાં સમૂહમાં રોજ ગાતા. અલૌકિક વાતાવરણ ખડું થઈ જતું. આ કીર્તન સાંભળી આજે સ્વામીશ્રી કહે :
'તે વખતે ગઢડામાં શ્રીજીમહારાજ ઓરડે પધારેલા. આજે નૈરોબીના ઓરડામાં પધાર્યા છે.'
મહારાજની મૂર્તિ સામું નિર્દેશ કરીને સ્વામીશ્રી બોલ્યા પણ એકાએક ઉચ્ચારાયેલા આ ઉદ્ગારોથી ભક્તોને તો લાગ્યું કે એ જ મૂર્તિ આજે આ સંત દ્વારા નૈરોબીમાં(ઓરડામાં) પ્રત્યક્ષ છે !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-40:
If One Harms a Devotee of God...
“If, however, one does somehow harm a devotee of God, then one should verbally pray to him for forgiveness; and physically and mentally, one should prostrate before him and resolve to behave in such a manner so as to never harm him again. However, one should not behave in such a way that one performs prostrations after harming someone once, only to then harm him again and perform prostrations again.”
[Gadhadã II-40]