પ્રેરણા પરિમલ
અપમાનનો પણ સ્વીકાર
પ્રમુખસ્વામી મહારાજનું ક્યાંક અપમાન થાય, અવગણના થાય, કોઈ ટીકા કરે, પણ સ્વામીશ્રી પ્રતિભાવમાં કદી ક્રોધ કે રોષ દાખવતા નથી.
સૌરાષ્ટ્રના એક મોટા તીર્થધામમાં સ્વામીશ્રી દર્શનાર્થે ગયા. તીર્થના કેટલાક અણસમજુ અગ્રણીઓના મનમાં કેટલીક ગેરસમજોને લીધે તેમને સ્વામીશ્રી પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો હતો. સ્વામીશ્રી તીર્થમાં પ્રવેશ્યા કે તરત જ એ મોવડીઓએ તિરસ્કારભર્યા શબ્દો કહીને પાછા ચાલ્યા જવાનું કહ્યું. સ્વામીશ્રીએ ક્રોધ ન દાખવ્યો. જાણે કોઈ ફરમાન સ્વીકારવા હોય એ રીતે મુખ ઉપર સ્મિત સાથે ત્યાંથી પાછા ફરી ગયા. અલબત્ત, થોડા સમય પછી ધૃષ્ટતા દાખવનાર પેલા અગ્રણીઓ વતી બે પ્રતિનિધિઓએ આવીને પેલી ભૂલ બદલ માફી માગી અને સ્વામીશ્રીને તીર્થમાં પધારવા આમંત્રણ આપ્યું. સ્વામીશ્રીએ મનમાં કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર એ સ્વીકાર્યું. એમના મનમાં રોષ તો હતો જ નહીં. સ્વામીશ્રી એ તીર્થસ્થાને ગયા. પેલા અગ્રણીઓએ જ ખૂબ ભાવથી સ્વામીશ્રીને આવકાર્યા. એમનું પૂજન કર્યું. વસ્ત્ર ઓઢાડ્યાં, અને પોતાની ગેરવર્તણૂક માટે માફી માગી.
Vachanamrut Gems
Gadhadã II-10:
A True Devotee
"… Even a sinner would perceive divinity in the divine actions of God; a true devotee of God, however, would perceive divinity even when God performs human-like actions…"
[Gadhadã II-10]