પ્રેરણા પરિમલ
લેશ માત્ર અહમ્ નહીં
ગોંડલમાં કોઈ એક પ્રસંગે અન્ય સંપ્રદાયના સંતો-મહંતો અક્ષરમંદિરે દર્શને પધાર્યા. પ્રમુખસ્વામી મહારાજ તે જ સમયે બહાર જઈ રહ્યા હતા. પરંતુ અતિથિ સંતોને જોઈ તરત જ પાછા વળ્યા. વ્યવસ્થાપક સંતો-ભક્તો દ્વારા એક રૂમમાં દરેક માટે આસનો તૈયાર કરાવ્યાં અને દર્શન કરીને સૌ પધારે તે પહેલાં સ્નાનાર્થે પધાર્યા. સમય થતાં બધા મહંતો પધાર્યા. પોતાના સ્થાને બેઠા.
સ્વામીશ્રી સ્નાનવિધિમાં રોકાયેલા હતા એટલે એમને આવવામાં મોડું થયું. રૂમમાં પ્રવેશ્યા ત્યાં તો બધી ગાદીઓ રોકાયેલી હતી. મહંતોની સાથે એમના શિષ્યો પણ ગાદી પર ગોઠવાઈ ગયા હતા. સ્વામીશ્રી નીચે બેઠેલા સંતો સાથે બેસી ગયા.
થોડા સમય પછી મહામંડલેશ્વર બ્રહ્માનંદજીએ સંતોને પૂછ્યું : 'પ્રમુખસ્વામી ક્યાં ?'
વિવેકસાગર સ્વામીએ બાજુમાં બેઠેલા સ્વામીશ્રી તરફ નિર્દેશ કર્યો : 'આ રહ્યા.'
પછી બધાએ આગ્રહ કરી સ્વામીશ્રીને ગાદી ઉપર બેસાડ્યા. સ્વામીશ્રી જે પદ શોભાવી રહ્યા છે એ પદ ઉપર આરૂઢ થનાર વ્યક્તિનું ગૌરવ પણ ઘણું મોટું હોય. પાત્રતા ન હોય તો અહમ્નો પ્રવેશ એ વ્યક્તિમાં સહજ રીતે થઈ જાય, પણ સ્વામીશ્રીમાં એવા અહમ્નો રજમાત્ર અંશ નથી.
Vachanamrut Gems
Gadhadã II-10:
Attributes of Bhakti
"… Therefore, to realise such redemptive virtues in God and to seek His firm refuge is known as bhakti."
[Gadhadã II-10]