પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની મહાનતા
સને ૧૯૮૭માં ૪૫૦ સંતો-હરિભક્તો સાથે પ્રમુખસ્વામી મહારાજ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ જ સંદર્ભમાં થોડા વખત પછી લંડનના રોમફર્ડમાં રહેતા શ્રી પરમારનો પત્ર આવ્યો કે તમારે આટલા કાફલા સાથે યાત્રાએ ન નીકળવું જોઈએ. તમારી તારીખે તારીખ અમારી યાત્રા ચાલતી હતી અને તમારે લીધે અમને બધી જ જગ્યાએ ઉતારામાં અગવડ પડી. અમારા કુટુંબને તમે દુઃખી દુઃખી કરી નાખ્યું.
સ્વામીશ્રીના યાત્રા-પ્રવાસનું આયોજન બે મહિના પહેલાંનું હતું. અને એમ ન હોય તો પણ સમૂહમાં પ્રવાસ કરવાનો કોઈનો અધિકાર કોઈ છીનવી શકે નહીં. એટલે આમાં સ્વામીશ્રીનો કોઈ જ દોષ નહોતો. આવા કાગળથી કોઈ પણ માણસને ગુસ્સો ચડે. પણ સ્વામીશ્રીએ તો વિનયભર્યો કાગળ લખ્યોઃ 'તમને તકલીફ પડી એ બદલ માફ કરશો. ત્યાં તમે અમને વાત કરી હોત તો અમે તમને મદદરૂપ થાત, સગવડ કરાવી દેત. તમને તકલીફ પડે એવો અમારો આશય નહોતો.' પોતાનો કોઈ વાંક ન હોવા છતાં સ્વામીશ્રીએ કાગળમાં એક અજાણ્યા જણની પાયા વગરની ફરિયાદની માફી માંગી. આ સ્વામીશ્રીની મહાનતાની એક ઊંચાઈ છે.
Vachanamrut Gems
Gadhadã II-10:
Form of Vairagya
"… In the same way, when one realises the bliss related to God, one develops vairãgya towards all worldly pleasures, and one develops love only for the form of God. That is the form of vairãgya."
[Gadhadã II-10]