પ્રેરણા પરિમલ
મંદિર આપણું ઘર છે... !
લંડન મંદિરેથી વિદાય લઈ, સ્વામીશ્રી ઍરપોર્ટ જવા માટે નીકળ્યા. ગાડી મંદિરના પરિસરમાંથી બહાર નીકળી.
કાર-ચાલક નીતિનભાઈ કહેઃ 'આ વખતે સભા-વ્યવસ્થા અમારે કરવાની હતી. મનમાં ત્યારે એવો વિચાર આવ્યો કે સભા-વ્યવસ્થા તો કરી, પણ સત્સંગસભામાં બેસવાનો ચાન્સ ન મળ્યો. એટલે અફસોસ થયો કે સેવા મહત્ત્વની છે કે કથા સાંભળવી તે ?'
સ્વામીશ્રી કહે : ''સેવા કરવાની જ છે, પણ કથાના ટાઇમે અડધો-પોણો કલાક બેસવું તો જોઈએ જ. તો જ્ઞાન અને સમજણના શબ્દો જીવમાં ઊતરે. નહીંતર ક્યારેક કોઈ કહી જાય કે બોલી જાય તો ખોટું લાગી જાય, પણ કથા સાંભળતો હોય તો એમ જ્ઞાન અને સમજણ રહ્યા કરે - 'બરાબર છે, ભલે બોલે, આપણે તો સેવા કરવા આવ્યા છીએને!' જો જ્ઞાન અને સમજણ ન હોય તો સેવા છોડીને ચાલ્યો જાય. સમજણ અને જ્ઞાન હોય તો સત્સંગમાંથી મન પાછું ન પડે.''
(તા. ૧૪-૫-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-39:
My Message to You
“Therefore, one should keep a firm conviction of the form of God and staunchly worship Him. This is My message to you. So, please imbibe these words firmly in your lives.”
[Gadhadã II-39]