પ્રેરણા પરિમલ
એકવાર શ્રીહરિ વરતાલમાં ...
એકવાર શ્રીહરિ વરતાલમાં વિરાજમાન હતા. તેઓ જોબન પગીની મેડીએ જ્ઞાનવાર્તા કરી રહ્યા હતા.
'હવે ચાલો!' શ્રીહરિએ કહ્યું.
ભક્તો કહેઃ 'મહારાજ !ક્યાં પધારવું છે?'
શ્રીજીમહારાજ કહેઃ 'અમારે ઘેર જવું છે.'
જોબન પગી કહેઃ 'મહારાજ ! તમારું ઘર વળી ક્યાં?'
મહારાજ બોલી ઊઠ્યાઃ'અહીંથી ઉગમણી કોર આંબલો છે ત્યાં પાંચસો પરમહંસ બેઠા છે તે અમારું ઘર છે.'
આમ કહી શ્રીહરિ હરિભક્તો, પાર્ષદો સાથે ત્યાં પધાર્યા. અહીં તેમણે સભા ભરી.
'આપણે મંદિર કરીએ તો ઉપાસના રહે ને હજારો જીવનો મોક્ષ થાય.' એમ કહેતાં શ્રીહરિ આ સભામાં મંદિરનો મહિમા કહેવા લાગ્યા.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને પ્રશ્ન કર્યો કે 'મહારાજ! મંદિર કરીએ તો તેના કામકાજમાં બાઈઓએ આવવું પડે. બાઈઓ પાણી ભરવા આવે ને દરણું દળવા આવે તથા વાસીદું કરવા પણ આવે. આમાં સાધુઓને કેવી રીતે રહેવું?'
મુક્તાનંદ સ્વામીની દ્વિધા દૂર કરતાં શ્રીહરિએ કહ્યું: 'સ્વામી! આપણે એવો ઘંટલો રાખીશું કે તેમાં બળદથી દરણું દળાશે. કૂવો ભંડાર પાસે જ કરશું જેથી આઘે પાણી લેવા ન જવું પડે, સંતો જાતે જ લઈ શકે. ને પળીમાં સાધુ દાણા સમા કરશે ને પાળાઓ વાસીદું વાળશે. એમ મંદિર તો ગામ વચાળે વન જેવું થાશે ને સાધુઓને બાઈઓનો પ્રસંગ નહિ રહે. જેમ જગના વેરાગીઓ ગામ બહાર જગ્યા કરે તો પણ તેમાં કુસંગ ઘણો હોય ને બાઈઓને પ્રસંગ હોય છે. તેમ આપણે નહીં થવા દઈએ.'
Vachanamrut Gems
Loyã-9.7:
How Does One Develop Bhakti Towards God
"… Well, when one hears about the forms of God that are in each khand; and when one hears about the abodes of God - Golok, Vaikunth, Brahmapur, Shwetdwip, etc.; and when one listens with a sense of awe to talks of the divine actions of God describing the creation, sustenance and dissolution of the cosmos; and when one listens with keen interest to the narration of the divine actions and incidents of Rãm, Krishna and the other avatãrs of God, then bhakti towards God would develop."
[Loyã-9.7]