પ્રેરણા પરિમલ
આ તો બધાં મનનાં કારણ છે
એક સત્સંગી યુવાનના બનેવી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓને આ દેશનો રંગ લાગી ચૂક્યો હતો. સ્વામીશ્રીએ તેઓને સમજાવતાં કહ્યું : 'આપણે ભારતીય છીએ. પેલું બધું ખાવા-પીવાનું મૂકો હવે !'
થોડી વાર સુધી તો પેલા ભાઈ કશું જ બોલ્યા નહીં. કદાચ શું બોલવું એનો પણ એમને ખ્યાલ નહીં હોય. અંતરમાં એને આ બધું મૂકવાની તૈયારી હતી નહીં. સ્વામીશ્રીને ખચકાતાં સ્વરે કહે : 'ટ્રાય કરીશ.'
'આમાં ટ્રાય શું કરવાની ? મૂક્યું એટલે મૂક્યું.' સ્વામીશ્રીએ થોડા વિશેષ હેતથી ભારપૂર્વક કહ્યું.
પેલા કહે : 'પછી મારી બોડી ચાલશેને ?!'
એમની આ દલીલ અને અજ્ઞાનતા ઉપર થોડી દયા સાથે સ્વામીશ્રી કહે : 'આ ખાવ છો એટલે બોડી બગડે છે. ખાવાનું મૂકી દેશો એટલે બધું જ સારું થઈ જશે. નહીં ખાવાથી બોડી બગડે જ નહીં. આ તો બધાં મનનાં કારણ છે.'
સ્વામીશ્રીની વાતમાં વિશ્વાસ લાવીને પેલા ભાઈએ વ્યસનો મૂકવાનાં અને માંસાહાર ન કરવાના નિયમ લીધા.
(તા. ૮-૫-૨૦૦૪, શનિવાર, લંડન)
Vachanamrut Gems
Gadhadã III-5:
Bhakti Develops by Associating with Eminent Sadhus
Sãdhus Muktãnand Swãmi then asked, “By what means can such bhakti coupled with the knowledge of God’s greatness be developed?”
Shriji Mahãrãj replied, “Bhakti coupled with the knowledge of God’s greatness arises in one’s heart by serving and profoundly associating with eminent sãdhus like Shukji and the Sanakãdik.”
[Gadhadã III-5]