પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીનો પ્રેમ
એકવાર બોચાસણથી સ્વામીશ્રી વિદાય લઈ રહ્યા હતા. દર્શન કરવા સૌ હરિભક્તો સ્વામીશ્રીની નજીક દોડી આવ્યા. પણ ઠાસરા ગામના વૃદ્ધ હરિભક્ત મણિભાઈ બેસી રહ્યા હતા. સ્વામીશ્રીએ એમને જોયા અને એમની પાસે ગયા. એમણે દૃષ્ટિ ગુમાવેલી હતી. જે રીતે કોઈ તેમને બેસાડી ગયું હતું એ રીતે જ બેસી રહ્યા હતા. સ્વામીશ્રીએ એમના માથા ઉપર હાથ મૂક્યો.
મણિભાઈને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું : 'કોણ ?'
'હું પ્રમુખસ્વામી !'
'અહો ! સ્વામી...!' કહેતા મણિભાઈના ગળે ડૂમો ભરાઈ ગયો. વાણી રૂંધાઈ ગઈ. આટલી હરિભક્તોની ભીડમાં પણ સ્વામીશ્રીએ તેમને જોઈ લીધા અને પાસે જઈને એમના ખબર અંતર પૂછ્યા.
Vachanamrut Gems
Gadhadã II-12:
The Art of Ruling
"… Similarly, if the jiva were to attempt to rule the kingdom in the form of the body without understanding the art of ruling, then it would never become happy."
[Gadhadã II-12]