પ્રેરણા પરિમલ
નેહ નિભાવણ નાથ
ઈશ્વરચરણ સ્વામી
'આ બાપડા રાત-દિ' અમારા જેવા દખિયા માટે ફર્યા કરે છે. એના દેહને પણ ગણતા નથી. શિયાળાની આવી કડકડતી ઠંડીમાં, ગામ ગામની ધૂળ ખાતા ને ટંકે ટંકે પાણી બદલતા, ઘૂમ્યા જ કરે છે. શું એમને થાકોડો નહિ લાગતો હોય ?' રમાભાઈનું મન વિચારે ચડ્યું હતું.
જો કે એમના શ્રમપૂર્ણ ચહેરા ઉપર અંતરગત આનંદની અલૌકિક રેખાઓ ઉપસતી હતી. જે યોગીબાપાની એ ઘણાં દિવસથી ઝંખના કરતા હતા તે બાપા આજે એમના ઘર-આંગણે સાંખેજ ગામમાં આવી પહોંચ્યા હતા. પછી એમના આનંદને અવધિ કેમ કરીને રહે !
થોડા સમય પહેલાં જ રમાભાઈએ યોગીબાપાનો એક સુંદર ફોટો મઢાવીને રાત-દિ' નજરુની ચોકીમાં ગોઠવીને, પોતાના નેસડામાં મૂક્યો હતો. સંસારના વૈભવોથી અજ્ઞાત એવા આ બિચારા નિર્ધન પણ ભોળા ભક્તોને મન તો બાપા એ જ સાચું નાણું હતું. એ ફોટાને જોઇ જોઈને ધરાતા જ ન હતા. એ 'અલમસ્ત યોગી'ના મુખારવિંદનું પાન કરતાં કરતાં એમના અંતરાત્મામાં એક બળવાન સંકલ્પ થયો, પણ એ સાંભળે કોણ ?
'રમાભાઈ અહીં બેસો, સ્વામીશ્રીએ વહાલથી એમને આવકાર્યા. બાપાનો પડકાર થયો પછી રામાભાઈનું દિલ કેમ હાથ રહે ? એમણે તો કૂદકો મારીને બાપાના ખોળામાં માથું મૂકી દીધું.
'અરે મારા વ્હાલા ! મને બોલાવ્યો ! બહુ દીયા કરી ! દયાળુ મને તમારો ગણજો. બહુ દિવસથી તમારો ફોટો નેસડામાં મૂક્યો છે ને ધ્યાન ધરું છું. આજે દીયા કરી દર્શન દીધાં. તો મારી એક અરજી ન સાંભળો ?'
બાપા કંઈ બોલે તે પહેલાં તો રમાભાઈ બાપાના ચરણ પકડી કહેવા લાગ્યા, 'બાપુ, મારા નેસડાને પાવન કરો.' રમાભાઈની કાલી-ઘેલી આજીજી ચાલુ રહી. કોઈએ એમને સમજાવ્યા કે તમારો પ્રેમ બહુ છે પણ બાપાની તબિયત સારી નથી. તમારા નેસડામાં આવવું બાપાને કઠણ પડે. રસ્તો સારો નહિ, વળી બાપાને આ ઉંમરે આપણે તકલીફ આપવી ન જોઈએ. રમાભાઈ પણ આ સમજતા હતા પણ એમની તાલાવેલી જબરી હતી. તે કહેવા લાગ્યા, 'અરે બાપુ, એકવાર મારો મનોરથ પૂરો કરો. આટલી વિનંતી માન્ય કરો.' એમ બહુ બહુ કરગર્યા.
'જાવ, રમાભાઈ તૈયાર થાવ, અમે આવશું !' યોગીબાપાએ ચુકાદો આપ્યો અને રમાભાઈ ગાંડાઘેલા બની ગયા.
રમાભાઈએ નેસડાને સાફસુફ કરી શણગાર્યો, ઠાકોરજી પધરાવ્યા. બાપા માટે, સંતો માટે આસન કર્યું. શીરા, પુરી ને કઢેલા દૂધના થાળ કર્યા. સાંજે બાપાને તેડવા ગામમાં ગયા. જેમને ઘરે ઉતર્યા હતા તે ભગવતીભાઈ પાસે સ્વામીશ્રીએ રજા માંગી. એમને આશીર્વાદ આપતાં કહ્યું, 'તમારું ઘર અક્ષરધામ થયું. અહીં અમે બે રાત રહ્યા. અમારા હરિકૃષ્ણ મહારાજનું નાયેલું આ પ્રસાદીનું પાણી છે. તે નત બે ચમચી પીજો, તો તમારો ક્ષયરોગ ચાલ્યો જશે. એક આશરો દૃઢ રાખજો.' એમ કહી નીકળવા તૈયાર થયા. ભગવતીભાઈનો પ્રેમ બહુ. તે સ્વામીશ્રીને છોડી શક્યા નહિ. આંખમાં આંસુ આવી ગયાં. સ્વામીશ્રી એમને બાથમાં લઈને મળ્યા ને આશ્વાસન આપ્યું.
પછી આણંદના જીવા ભગતની મોટરમાં રમાભાઈને નેસડે જવા નીકળ્યા. નદી ઓળંગી સામે કિનારે ગયા. રસ્તો બહુ ખાડા-ટેકરાવાળો હતો. રામાભાઈએ કહેલું 'ગાડા રસ્તો સારો છે.' મોટર અને ગાડાનો ફેર એમણે વિચાર્યો ન હતો. મોટર માંડમાંડ ચાલતી હતી. આગળ આગળ રમાભાઈ દોડતા હતા ને રસ્તો સાફ કરતા હતા. પ્રમુખસ્વામી તથા સંતો, હરિભક્તો પણ આગળ જઈ રહ્યા હતા. આ જોઈ બાપા મંદ મંદ હસતા હતા. રસ્તામાં ખેતરોમાં તુવેરના છોડ શીંગથી લચેલા જોઈ બાપા કહે, 'આ સર્વ જીવને મોટા પુરુષનો સંબંધ થયો...'
રસ્તો ખરાબ ખાડા-ટેકરાવાળો જોઈ કોઈ કહે, 'બાપા, પાછા જઈએ.' પણ રામાભાઈના પ્રેમથી બંધાયેલા બાપા એમ કેમ પાછા ફરે ?
બાપા કહે, 'પાછા નો જવાય. એ તો હમણાં આપણે પહોંચી જઈશું. શાસ્ત્રીજી મહારાજ કેટલું કષ્ટ સહન કરતા. હરિભક્તોને રાજી કરતા. આપણે એવું કાં કરીએ છીએ?'
'રમાભાઈ, કેટલું દૂર ?'
'બાપા, એક ખેતરવા છે.' એમ કહેતાં રમાભાઈ આગળ આગળ દોડતા જાય. બાપા પણ હસતા જાય. ખેતર તો કેટલાંય ગયાં પણ નેસડો તો આવ્યો જ નહિ. છેવટે થોડાં ઝૂપડાં દેખાયાં પણ એ તો બીજાનાં ઘર નીકળ્યાં. માંડમાંડ નેસડો દેખાયો. પણ રસ્તામાં મોટો ખાડો હતો. કોઈ રીતે મોટર ત્યાંથી જાય એમ ન હતું. બધાં નિરાશ થઈ ગયા. ત્યાં રમાભાઈ દોડતા આવ્યા ને કહે, 'બાપા, અમે ચાર જણાં આપને ઊંચકી લઈએ.'
બાપા કહે, 'ના એમ નથી કરવું. હમણાં પહોંચી જઈશું.'
રામાભાઈ તો બાપાને પોતાના આંગણામાં ઊભેલા જોઈ નાચવા-કૂદવા લાગ્યા. 'અરે મારા નેસડે યોગીબાપા આવ્યા. બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય !' રમાભાઈએ કાલોઘેલો સત્કાર કર્યો.
પછી ડાંગરનું પરાળ પાથરી ઉપર સુંદર આસન બનાવ્યું હતું તે ઉપર બાપાનો હાથ પકડીને પધરાવ્યા. બાપા તો શ્રીજીમહારાજની મૂર્તિ જોઈ ખુશ થઈ ગયા. 'મઢુલી બહુ સારી, રામાભાઈ.' બાપાએ આનંદ વ્યક્ત કર્યો. બાપાને બહુ કષ્ટ પડ્યું એ વ્યગ્રતાથી વ્યથિત થયેલું રમાભાઈનું મન શાંત થયું.
હર્ષઘેલા રમાભાઈ તો કંઈ લેતા, કંઈ ભૂલતા, કંઈ મૂકતા, આઘાપાછા થયા કરતા હતા. આ બધું જોઈ બાપા મંદ મંદ હસતા હતા. પછી રમાભાઈએ ઠાકોરજીનું તથા બાપાનું પૂજન કર્યું. આરતી ઉતારી. બાપાએ પ્રેમથી થાપા મારી આશીર્વાદ આપ્યા અને રમાભાઈને તથા છોકરાંઓને વર્તમાન ધરાવ્યાં. બાપાએ રાજી થઈ સૌને ચાંદલા કરી આશીર્વાદ આપ્યા.
'મારે ઘેર આવજો, છોગલાં ધારી' એ થાળ બોલી ઠાકોરજીને થાળ ધરાવ્યો. સંતો-હરિભક્તોને ખૂબ જ પ્રેમથી બાપાએ શીરાનો પ્રસાદ આપ્યો. રમાભાઈએ પણ ખૂબ જ આગ્રહ કરી બાપાને થોડો શીરો જમાડ્યો.
મોડી રાતે બાપા ત્યાંથી નેનપુર જવા નીકળ્યા. રમાભાઈ તો બાપાનું હેત-લાગણી જોઈને બહુ ગળગળા થઈ ગયા. 'અમારા કુટુંબ-પરિવારને તમારું ગણજો ને ફરીવાર વહેલા પધારજો.' રમાભાઈએ આટલું જ માગ્યું.
Vachanamrut Gems
Sãrangpur-18:
Crossing The Ocean of Youth
Shriji Mahãrãj explained, "During one's childhood, one does not face the inner enemies of lust, anger, avarice, etc. Moreover, at that age, one also tends to have more love for God. However, when one enters youth, the inner enemies of lust, anger, etc., increase along with the belief that one is the body. If during that period one keeps the company of a sãdhu who does not have vicious natures such as lust, the belief that one is the body, etc., then one will cross the ocean of youth. However, if the youth does not do this, the inner enemies of lust, anger, etc., will defeat him, and he will consequently turn vile."
[Sãrangpur-18]