પ્રેરણા પરિમલ
કરુણાસાગર સ્વામીશ્રી
એક વખત મુંબઈમાં સ્વામીશ્રી સાંજે ઠાકોરજીનો પ્રસાદ લેતા હતા ત્યારે એક યુવક એમનાં દર્શને આવ્યો. એનો મેલોઘેલો વેશ હતો. સ્વામીશ્રી પાસે આવતાં તે ખૂબ ક્ષોભ અનુભવતો હતો. કોઈ મજૂર જેવા એના દિદાર હતા. સ્વામીશ્રીએ એને પ્રેમથી આવકાર્યો. એનાં નામઠામ પૂછ્યાં. એ એક કેરીના વેપારીને ત્યાંથી કેરીનો કરંડિયો મૂકવા આવ્યો હતો. ઉત્તર પ્રદેશનો હતો. સ્વામીશ્રી એની લાચારી પારખી ગયા. એમણે પૂછ્યું : 'આપ ક્યા કરતે હૈં ?'
'મૈં એક આમ કે વ્યાપારી કે યહાં કામ કરતા હૂં.'
'કિતના પગાર દેતે હૈં ?'
'એક પાટી કે દસ રૂપયે મિલતે હૈં, લેકિન સારે દિનમેં દો સે અધિક પાટી નહીં જાતી.'
સ્વામીશ્રીએ પૂછ્યું : 'આપ કુછ પઢેલિખે હો ?'
પેલા ભાઈએ જવાબ આપ્યો : 'સ્વામીજી, મૈં D.H.M.S. હૂં' આટલું બોલતાં બોલતાં એ ગળગળો થઈ ગયો. એની આ ઉપાધિ M.B.B.S. સમકક્ષ હતી. અલબત્ત, એનો આ અભ્યાસક્રમ હોમિયોપેથીનો હતો.
પેલા યુવાને પોતાની વાત આગળ સંભળાવતાં કહ્યું : 'સ્વામીજી, મૈં ગરીબ હૂં. જૈસે તૈસે પૈસે કમાકર મૈંને ડિગ્રી પ્રાપ્ત કી લેકિન અસ્પતાલ ખોલને કા પૈસા નહીં હૈ. ઔર મેરી કહીં સિફારિશ ભી નહીં હૈ. છ મહિને સે યહાં આયા હૂં. વડાલા કી ખોલી મેં રહતા હૂં. મેરે જૈસા દુઃખી કોઈ નહીં હોગા...'
સ્વામીશ્રીનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. એમણે સંતોને અને સત્સંગી ડૉક્ટરો આ માણસની પરિસ્થિતિ સમજાવીને એને કામ આપવાની ભલામણ કરી.
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Therefore, physical God-related activities, such as having the darshan of God, performing His puja or engaging in discourses, devotional songs, etc., of God, are all, in fact, forms of 'antardrashti'…"
[Gadhadã II-8]