પ્રેરણા પરિમલ
તા. ૨૭-૫-૨૦૦૪ના રોજ એડિસનમાં...
તા. ૨૭-૫-૨૦૦૪ના રોજ એડિસનમાં સ્વામીશ્રી ૮-૨૦ વાગ્યે સભા પૂરી કરી અને ઉતારે આવવા માટે મંચ ઉપરથી નીચે ઊતર્યા. ત્યારે સ્વામીશ્રીના ભરચક કાર્યક્રમોના સંદર્ભમાં એડિસન મંદિરના વ્યવસ્થાપક કાર્યકર્તા પ્રફુલ્લભાઈ રાજાએ કહ્યું : 'બાપા ! માફ કરજો. આપને ઘણું કષ્ટ વેઠવું પડે છે.'
સ્વામીશ્રી કહે : 'ભગવાનની સેવા થાય. ભગવાનનું ભજન થાય - એ ભીડો સારો કહેવાય. યોગીજી મહારાજ કહેતા કે ભીડો એ ભક્તિ છે. એટલે એ ભીડામાં તો રહેવાનું જ હોય.'
પ્રફુલ્લભાઈ કહે : 'આ તો આપને માટે હું વાત કરું છું. અમે તો ભીડો વેઠવાના જ છીએ.'
સ્વામીશ્રી કહે : 'તમારે ભીડો હોય તો અમારે પણ હોય જ ને !'
વૃદ્ધ અવસ્થા હોવા છતાં સ્વામીશ્રી ખૂબ શ્રમ વેઠે છે, ખૂબ ભીડો વેઠે છે એ હકીકત છે, પરંતુ જ્યારે જ્યારે હરિભક્તો ભીડાની વાત કરે છે ત્યારે ત્યારે સ્વામીશ્રીના ભીડો વેઠવાના ઉત્સાહનાં વિશેષ દર્શન થાય છે.
(તા. ૨૭-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Vartãl-3:
Turning the Saline to the Sweet
“… Similarly, the great Purush, like the vadvãnal fire, transforms even the ‘salty’ jivas who are like the saline sea water, into ‘sweet’ jivas.”
[Vartãl-3]