પ્રેરણા પરિમલ
હરિભક્તોનું સ્મરણ
સ્વામીશ્રીને સુંદલપુરામાં હાર્ટએટેક આવ્યો હતો એટલે એમને તરત જ વડોદરા લઈ જવાનું નક્કી થયું હતું. મોટરો વડોદરાને માર્ગે જતી હતી. વચ્ચે ઓડ ચોકડી પાસે મોટરો ઊભી રહી ગઈ. બધાને સ્વામીશ્રીની તબિયત અંગે બીક લાગી. બધા સ્વામીશ્રીની મોટર પાસે પહોંચી ગયા. સ્વામીશ્રીએ કહ્યું : 'મેં જ ગાડી ઊભી રખાવી છે. આજે આણંદ ડાહ્યાભાઈ ગજ્જરને ત્યાં આપણે શિક્ષાપત્રીની પારાયણ રાખેલી છે. તેમાં આ માંદગી આવી એટલે મારાથી જવાશે નહિ. તેમણે મંડપ બાંધીને સગાંઓને તેડાવ્યાં હશે. માટે આચાર્ય સ્વામી અને બે સંતો અહીંથી સીધા આણંદ જાઓ અને પારાયણ કરી આવો.' હાર્ટની બીમારી વખતે પણ હરિભક્તનું સ્વામીશ્રીને કેવું ઉત્સુકતાભર્યું સ્મરણ રહે છે !
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Someone may ask, 'What is antardrashti?' The answer is: To direct one's vrutti towards either the internal or the external form of God is itself 'antardrashti'…"
[Gadhadã II-8]