પ્રેરણા પરિમલ
એક હરિભક્ત સ્વામીશ્રીનાં...
એક હરિભક્ત સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓએ આજે પોતાની પચાસમી લગ્નતિથિ નિમિત્તે, પોતાની સઘળી બચત ઠાકોરજીનાં ચરણોમાં અર્પણ કરી.
સ્વામીશ્રીએ પૂછ્યું : 'કેટલાં વરસ થયાં લગ્નને ?'
'પચાસ વરસ.'
સ્વામીશ્રીએ આજુબાજુ ઊભેલા યુવકોને સંબોધીને કહ્યું : 'સાંભળો, લગ્ન થયે પચાસ વરસ થયાં, પણ ક્યારેય દુઃખ થયું નથી.' એટલું કહીને પેલા હરિભક્તને પૂછ્યું : 'ક્યારેય બોલવા-ચાલવાનું થયું હતું ?'
જરાક સંકોચ અને શરમ સાથે કહે : 'એ તો થાય જ ને !'
'તો તે વખતે તમે શું કર્યું હતું ?'
'સહન, બાંધછોડ.' પેલા હરિભક્તે કહ્યું.
સ્વામીશ્રીને આ જ ઉત્તર અપેક્ષિત હતો. એટલે યુવકોને સંબોધતાં કહ્યું : 'બસ, આટલું જ ધ્યાનમાં રાખવું. સંસારમાં સુખ-દુઃખ તો આવે, ઘરમાં એકબીજા સાથે બોલવા-ચાલવાનું તો થાય, પણ એકબીજાનું સહન કરી લેવું. થોડી બાંધછોડ કરી લેવી, તો સુખ રહે. અહીં તો વરસ થાય ને લગ્નતિથિ ઊજવે, પણ કેટલું ટકે એનું નક્કી નહીં. કોઈનામાં સહનશક્તિ જ નહીં ને !'
ફરી પેલા હરિભક્તને પૂછ્યું : 'તમે તમારું લગ્ન (લગ્નતિથિઓ) ક્યારેય ઊજવ્યું હતું ?'
'ના.'
સ્વામીશ્રી કહે : 'આ તો લગ્નતિથિ નિમિત્તે કેટલાય પૈસા ખર્ચે.' પછી યુવકોની સામે જોઈને કહે : 'આપણે લગન-બગન ઊજવવાં નહીં, પાર્ટીઓ કરવી નહીં, ભક્તિ કરવી. બહુ એવું થાય તો ઠાકોરજીને રસોઈ આપી દેવી.'
સ્વામીશ્રીએ યુવાપેઢીને સંસારમાં કઈ રીતે સ્વસ્થ રહેવું એનો સહજ બોધ આપી દીધો.
(તા. ૨૭-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-47:
The Vishays will Never Satisfy Us
“… Similarly, the indriyas have never become satisfied by the vishays, and they never will be. So, now, one should eradicate one’s attachment to the vishays…”
[Gadhadã II-47]