પ્રેરણા પરિમલ
નર્યું વાત્સલ્ય, નર્યો પ્રેમ !
માતાપિતા સંતાનની સુખાકારીની જેટલી ચિંતા કરે; પોતાનાં બાળકોને કશી અગવડ ન પડે, કશી મૂંઝવણ ન રહે એ માટે સતત કાળજી રાખ્યા કરે એવી જ ચિંતા સ્વામીશ્રી હરિભક્તો માટે કરતા અને કાળજી પણ એટલી જ રાખતા.
મુંબઈથી ડૉ. યોગીન દવે સ્વામીશ્રીની તબિયતની ખબર કાઢવા આવ્યા હતા. એ વધારે રોકાઈ શકે એમ નહોતા. સ્વામીશ્રીએ પૂછ્યું : 'વળતાનું રિઝર્વેશન છે ?'
'ના, બાપા.' ડૉક્ટરે કહ્યું : 'પણ સ્ટેશન ઉપરથી ટિકિટ મળી જશે.' સ્વામીશ્રીએ સેવકને કહ્યું : 'ડૉક્ટર આજે સાંજે જાય છે માટે ટિકિટ અને રિઝર્વેશનનું થઈ જાય એમ કરશો.'
સાંજે ડૉ. યોગીન રજા લેવા આવ્યા ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : 'તમારી ટિકિટ રિઝર્વેશન સાથે આવી ગઈ છે.'
પિતાની પુત્ર માટે કાળજી લેવાની સ્વાભાવિકતા અહીં જોઈ શકાશે. નર્યું વાત્સલ્ય, નર્યો પ્રેમ !
Vachanamrut Gems
Gadhadã II-9:
The Spiritually Intelligent
"… Thus, one who is intelligent should intensely maintain spiritual strength based on the conviction of God."
[Gadhadã II-9]