પ્રેરણા પરિમલ
'આ સંસ્થા એ કથાવાર્તા ઉપર જ ઉભી છે.'
એક કાર્યકર ખૂબ જ નિષ્ઠાથી સેવા બજાવે અને એને લીધે એ વિભાગ ઘણો જ પ્રગતિને પણ પામ્યો. પરંતુ કથાવાર્તામાં આવવાની એને ફુરસદ ન મળતાં આજે હરિભક્તોએ સ્વામીશ્રીને કહ્યું કે એને આજ્ઞા કરો કે દર રવિવારે સભામાં બેસે.
સ્વામીશ્રી એ કાર્યકરને સંબોધતાં કહે : 'સેવા કરે છે એ ખોટું નથી. તારી સેવા ખૂબ જ સારી છે. પણ રવિસભા તો કરવાની જ. જે કોઈ હોય એ બધાએ જવું. એ વિના બધી જ સેવા નકામી થઈ જશે. જ્ઞાન અને સમજણ નહીં હોય તો ધક્કો વાગી જશે. માટે કથાવાર્તાનું અંગ તો રાખવું જ. યોગીજી મહારાજ જે કહેતા એ તો ખબર જ છે ને ! ૨૫૦૦૦ નો નફો જતો કરીને પણ રવિસભા કરવી. તો આ ખોટનો ધંધો શું કામ કરે છે ? માટે રવિસભામાં આવવાનો નિયમ લે. જો સભામાં નહીં બેસે તો તારું અંગ આગળ વધશે નહીં. શ્રીજી મહારાજે કહ્યું છે કે કથાવાર્તા નહીં કરે તો સારા ગુણ આવશે નહીં. એટલે આજથી નિયમ લે. આ સંસ્થા એ કથાવાર્તા ઉપર જ ઉભી છે.'
સ્વામીશ્રી કાર્ય કરવા માટે તો પ્રોત્સાહન આપે જ છે, પરંતુ એ પ્રોત્સાહન એવું નથી કે જેને લીધે આગળ પ્રશ્નો થાય. સ્વામીશ્રીની આ કાર્ય પદ્ધતિ છે. પાયો પણ મજબૂત કરતા જવું અને ઇમારતને ઉચી લઈ જતા જવું. અને એટલે જ આજે સંસ્થાનો જે કંઈ ડંકો વાગે છે એના મૂળમાં કાર્યના ભોગે ક્યારેય સિદ્ધાંતોની બાંધછોડ ન કરતા સ્વામીશ્રીનું દિવ્ય વ્યક્તિત્વ છે.
(૧૪-૬-૨૦૦૪, એટલાન્ટા)
Vachanamrut Gems
Gadhadã III-3:
The Impressions of Evil Company Do Not Disappear
“… Similarly, the impressions of evil company do not disappear in a person who has only knowledge of the ãtmã, even though he becomes brahmarup; nor does he develop compassion and affection for God and His devotees. Conversely, for a devotee of God, even though mãyik influences are overcome, intense compassion and affection for God and His devotees increase. But in no way are compassion and affection ever lost; they always remain.”
[Gadhadã III-3]