પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-6-2010, દિલ્હી
ભોજન પછી પત્રવાંચન દરમ્યાન એક 86 વર્ષના હરિભક્તનો ફોન આવ્યો. કેન્સરને લીધે તેઓ અત્યંત દુઃખી હતા. સ્વામીશ્રીએ તેઓનો ફોન લીધો. સામેના હરિભક્તે પોતાની નોનસ્ટોપ રજૂઆતો કરી. વારંવાર તેઓ કહેતા હતા કે ‘મને દુઃખ ન પડે અને હવે ધામમાં લઈ જાવ, મારે બીજું કાંઈ જોઈતું નથી.’
એકધારું આમ ને આમ બોલ બોલ કરતા હતા, સ્વામીશ્રીને બોલવા જ દેતા ન હતા. સ્વામીશ્રી બોલવા જાય અને પેલા બોલ બોલ કરે. એટલે બાજુમાં બેઠેલા ધર્મચરણ સ્વામીએ ફોન હાથમાં લઈને કહ્યું : ‘હવે તમે બોલતા નહીં, સ્વામીબાપા તમને આશીર્વાદ આપે છે એ સાંભળો.’
સ્વામીશ્રીએ આશીર્વાદની શરૂઆત તો કરી, પણ ત્યાં પેલા હરિભક્ત ફરીથી બોલ બોલ કરવા લાગ્યા. એટલે સ્વામીશ્રીએ પણ ‘આશીર્વાદ છે’ એમ કહીને પૂરું કરી દીધું.
Vachanamrut Gems
Vartãl-14:
The Result of Maligning God or His Sant
“Moreover, when a person abides by the dharma of one’s caste and ãshram as prescribed in the Dharma-shãstras, everyone considers that person to be one who is sincere in his dharma. However, if he maligns God or His Sant, then the result of committing the sin of maligning the Satpurush is such that all the merits earned by abiding to the dharma of one’s caste and ãshram are burnt to ashes…”
[Vartãl-14]