પ્રેરણા પરિમલ
મુલાકાતો દરમ્યાન એક...
મુલાકાતો દરમ્યાન એક યુવક આવ્યો. સ્વામીશ્રીએ પહેલો પ્રશ્ન કર્યો : 'કાંઈ ખાય-પીએ છે ?'
'વ્હોટ ?' યુવકને કાંઈ સમજણ ન પડતાં સામે પ્રશ્ન કર્યો.
સ્વામીશ્રીએ પૂછ્યું: 'દારૂ પીએ છે? માંસ ખાય છે?'
એને કાંઈ ન સમજાયું હોય એ રીતે એના હાવભાવ હતા. હતો ગુજરાતી, પરંતુ ભાષા ભૂલતો ચાલ્યો છે અને એ રીતે સંસ્કૃતિ અને એનાં મૂલ્યોથી પણ વેગળો થતો ચાલ્યો છે. સત્સંગ સિવાયના યુવકોની આ જ દશા અહીં દેખાય છે. સ્વામીશ્રીએ જોયું કે આ કાંઈ સમજતો નથી. એટલે પોતે જ એને અંગ્રેજીમાં પૂછ્યું: 'આર યુ વેજિટેરિયન?'
થોડું સમજાવાથી પેલાએ કહ્યું: 'ક્યારેક માંસ લઉં છું.'
બાકીનું કામ દુભાષિયા સાથે રાખી સ્વામીશ્રીએ પતાવ્યું. સ્વામીશ્રી કહેઃ 'તને કોઈ મારે તો તારાં મા-બાપને દુઃખ થાય કે નહીં? તારાં મા-બાપને કોઈ મારે તો તને દુઃખ થાય કે નહીં? એમ પ્રાણીઓને પણ એનાં બચ્ચાં ઉપર વહાલ હોય છે. માણસ તરીકે દયા રાખવી એ આપણો ધર્મ છે. અને બીજું ગાય, ભેંસ કે બળદ એ આપણી કેટલી સેવા કરે છે ! એ સેવા કરનારને મારીએ તો એ કેવું કહેવાય?'
લાગણી અને દયાનાં આ મૂલ્યોની ધારી અસર પેલા યુવક ઉપર થતી હતી. એનો સૂર નીચે આવતો ગયો. એણે એટલું કહ્યું: 'હા.'
આ 'હા'માં એના થોડાક પીગળેલા હૃદયનો પડઘો હતો. સ્વામીશ્રીએ એ પડઘો ઝીલ્યો અને પૂછ્યું: 'તને કેવું લાગ્યું આ?'
'તું આજ નિયમ લે કે હવેથી હું શાકાહારી રહીશ.'
સ્વામીશ્રીએ એને એવા હેતથી સમજાવ્યું કે એ મનથી મક્કમ થઈ ગયો. એણે કહ્યું: 'માય મધર ઈઝ વેજિટેરિયન. માય સિસ્ટર ઈઝ વેજિટેરિયન. નો પ્રોબ્લેમ. હવેથી હું પણ વેજિટેરિયન રહીશ.'
અહીંની નવી પેઢીની આ તાસીરને બદલવામાં સ્વામીશ્રી જેવા સમર્થ મહારથી જ સફળ નીવડી શકે છે.
(તા. ૩-૫-૨૦૦૪, સોમવાર, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-57:
If a Person Truly Loves God
“Furthermore, if a person truly loves God, he would never develop love for anything else. If there is an object that appears to be dearer to him than God, he would completely discard it. That is true renunciation…”
[Gadhadã II-57]