પ્રેરણા પરિમલ
ભગવાન સ્વામિનારાયણ કિશોરવયે ...
ભગવાન સ્વામિનારાયણ કિશોરવયે અખિલ ભારતનું વિચરણ કરતાં કરતાં નીલકંઠવણી વેશે જૂનાગઢ પધાર્યા હતા. વિક્રમ સંવત ૧૮૫૬ના શ્રાવણનો ઝરમરિયો વરસાદ વરસતો હતો. નીલકંઠને અહીં દામોદરજીનાં દર્શનમાં તન્મય જોઈ પૂજારીને તેમના પ્રત્યે ભક્તિભાવ ઊપજ્યો. થોડી વારે નીલકંઠે નેત્રો ખોલ્યાં. પૂજારીએ હાથ જોડી કહ્યું : ''બ્રહ્મચારી! ક્યાં ઊતર્યા છો?''
''ભગવાને પૃથ્વીનો આ સારો પટ આપ્યો છે.'' નીલકંઠે ખુમારીમાં કહ્યું.
તેણે કહ્યું: ''બ્રહ્મચારીજી! તમે પરદેશી જણાઓ છો. અહીં વાઘ, દીપડા, સિંહ, માણસખાઉ અઘોરીઓ વસે છે. ભલભલાનાં પાણી અહીં ઊતરી ગયાં છે. માટે કોઈ સલામત જગ્યાએ રાતે રહેજો.''
નીલકંઠે કહ્યું : ''રાત તો વનમાં જ રહેશું. માણસમાં જો સત્ હોય તો આવાં રાની પશુમાં પણ સત્ પ્રગટે છે.''
એમ કહી નીલકંઠ મુચકુંદ ગુફાની પશ્ચિમે એક ખંડેર દેરીમાં મૃગચર્મ પાથરીને ધ્યાનસ્થ થઈ ગયા. ભયાનક જંગલમાં માનવીની ગંધમાત્રથી વિકરાળ બની જતાં પશુઓને આજે આ દેરીમાં માનવીની ગંધ ન આવી!
એટલામાં એક સિંહ ત્યાં આવીને નીલકંઠની સન્મુખ બેસી ગયો. પરોઢ થતાં લોકોની ત્યાં અવરજવર વધી. સૌએ જોયું કે દેરીમાં એક તપસ્વી કિશોરની સમક્ષ વિકરાળ સિંહ બેઠો છે. વણીએ સિંહની સન્મુખ જોયું અને સાન કરી એટલે તે તરત જ નીલકંઠની પ્રદક્ષિણા કરી ગીરની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો! આ ચમત્કાર જોઈ પૂજારીને લાગ્યું કે બ્રહ્મચારીના સત્થી હિંસક પ્રાણી અહિંસક બની ગયું!
પૂજારીએ હાથ જોડી નીલકંઠને પોતાની સેવા સ્વીકારવા કહ્યું. નીલકંઠ રીઝ્યા. તેની સાથે દામોદરજીને મંદિરે પધાર્યા અને ત્રણ રાત રહ્યા. પૂજારી જે પ્રકારે દામોદરજીની પૂજા કરતો હતો તે જ ભાવનાથી તેણે નીલકંઠની સેવા કરી. નીલકંઠ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને દામોદરસ્વરૂપે તેને દર્શન દીધાં. પૂજારી કૃતાર્થ થઈ ગયો.
Vachanamrut Gems
Loyã-8.21:
Controlling One's Sense of Taste
"To conquer the tongue, it should not be given items that it likes, and one's diet should be restricted. Thereby, the over-excitability of the tongue is eradicated."
[Loyã-8.21]