પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-12-2017, ધોળકા
આજે શીલભૂષણદાસ સ્વામીએ સ્વામીશ્રીની કૃપાની વાત કરતાં કહ્યું :
“મને ઢીંચણનો દુઃખાવો રહેતો. ડૉક્ટરે તો કહી દીધું હતું કે ‘ગાદીનો ઘસારો શરૂ થઈ ગયો છે, પલાંઠી વાળીને બેસતા નહીં, ઊભડક બેસતા નહીં, ધ્યાન રાખજો.’
પણ ગત વર્ષે સ્વામીશ્રીએ એક પછી એક ત્રણ વાર હાથ ફેરવ્યો ને એટલું સારું થઈ ગયું કે ‘હમણાં જ થયેલી ચારધામ યાત્રામાં હું બધે જ ચઢી શક્યો !”
મુનિચિંતનદાસ સ્વામીએ સંતોની ભાવના રજૂ કરતાં પૂછ્યું : ‘આપ હાથ ફેરવો ને અમારા દુઃખાવા મટી જાય છે, તો આપના હાથ ફેરવવાથી આપની તકલીફો, રોગો દૂર થાય કે નહીં ?’
સ્વામીશ્રી કહે : ‘દિવ્ય છે.’ (અર્થાત્ રોગોય દિવ્ય છે !) સૌ હસી પડ્યા.
‘મહંતજી ! તમારું સકલ દિવ્ય દિવ્યમ્...’
Vachanamrut Gems
Gadhadã II-49:
Never Becoming Satiated with Spiritual Discourses
“… My mind never becomes satiated with spiritual discourses, devotional songs, talks related to God or meditation of God. All of you should also do the same.”
[Gadhadã II-49]