પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-12-2017, જયપુરથી અમદાવાદ વિમાનમાં જતાં
હિતેષભાઈએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : આપે કહ્યું હતું - ‘જુદાં જુદાં બ્રહ્માંડોમાં બધા આવા જ ભક્તો છે ને ધંધા-પાણી છે, તો ત્યાં આપનું પણ આવું જ શરીર છે ? ધારો કે અમે આત્મારૂપે થઈને ત્યાં જઈએ તો આપને ઓળખી શકીએ ?’
સ્વામીશ્રી કહે : ‘હા, પણ જે બ્રહ્માંડમાં આપણે જન્મ્યા છીએ તે જ બરાબર. મહારાજે પરચો ઇચ્છવાની ના પાડી. આ જે સ્વરૂપો આપણને મળ્યાં છે તેમાં જ લીન થવું જોઈએ. બીજી ઇચ્છા રાખવી નહીં.’
બીજો પ્રશ્ન હિતેષભાઈએ પૂછ્યો : ‘પણ દરેક બ્રહ્માંડમાં ઉપાસના તો આ જ હશે ને ? - અક્ષર-પુરુષોત્તમની ?’
સ્વામીશ્રી કહે : “હા, પણ મહારાજ પધારે ત્યારે... વૈરાટ બ્રહ્માએ તેનાં 50 વર્ષ તપ કર્યું ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા. એવી રીતે દરેક બ્રહ્માંડમાં એક જ વાર જાય... એટલે આપણે ભાગ્યશાળી છીએ. બીજા આગે થઈ ગયા એને લાભ નહીં. આ બધા સામાન્ય દેખાય ને, એટલે મહિમા સમજાતો નથી. મહારાજે કહ્યું : ‘અમે તમારી સામર્થી ઢાંકી રાખી છે, નહીં તો બધા ભગવાન થઈ જાય.”
હિતેષભાઈએ કહ્યું : ‘આમ જોવા જઈએ તો ગુણાતીત સત્પુરુષની જવાબદારી બહુ, આ બ્રહ્માંડની આટલી બધી જવાબદારી ને બીજા બ્રહ્માંડની બીજી જવાબદારી.’
સ્વામીશ્રી હસી પડતાં કહે : ‘અનંત સ્વરૂપ હોય ને ! બધાં એક-એક સ્વરૂપ એક-એક બ્રહ્માંડમાં ગોઠવાઈ જાય.’
હિતેષભાઈએ પૂછ્યું : ‘અમે તો થોડો વહેવાર ચલાવીએ એમાં થાકી જઈએ, તો આપ તો અનંત સંચાલન કરો... એમાં જરાય થાક ન લાગે ?’
સ્વામીશ્રી કહે : ‘આત્મારૂપ હોય એટલે થાક ન લાગે, એ તન જ જુદું હોય. એમાં થાક નહીં, ઊંઘ નહીં, બગાસાં નહીં... કાંઈ નહીં.’
હિતેષભાઈએ પૂછ્યું : ‘કયું સારું ? બ્રહ્મરૂપ થઈને ધામમાં બેસી જઈએ તે ? કે બ્રહ્મરૂપ થઈને આ લોકમાં જ રહીએ ને આપની સેવા કરીએ તે ?’
‘બેય સારું.’ સ્વામીશ્રીએ કહ્યું.
હિતેષભાઈ કહે : ‘ધામમાં તો બેસી જ રહેવાનું ને ? એમાં બોર થઈ જઈએ. એના કરતાં આપની સાથે રહીએ, સેવા કરીએ.’
સ્વામીશ્રી કહે : ‘અક્ષરધામમાં થાક-ઊંઘ કાંઈ ન હોય... આનંદ, આનંદ. આ શરીરમાં થાક-ઊંઘ લાગે, દિવ્યતનુમાં કાંઈ ન લાગે.’
દીપેનભાઈએ પૂછ્યું : ‘અક્ષરધામમાં શ્રીજીમહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ બધા સળંગ બેઠા હશે ને ?’
સ્વામીશ્રી કહે : ‘એ જ્યાં હોય ત્યાં, બધાને દર્શન થાય. ત્યાં છેટું-પાસે છે જ નહીં.’
દીપેનભાઈ કહે : ‘એટલે અમારે પહેલી કે છેલ્લી લાઇન જોવાની નહીં !’
સ્વામીશ્રી કહે : ‘હા... તમે જ્યાં હોય ત્યાં મહારાજનાં દર્શન થાય. ત્યાં દૂર-પાસે છે જ નહીં.’
હિતેષભાઈ કહે : ‘આપ સભામાં બેસો ત્યારે આમ હાથ ફેરવી દેવાનો કે બધાની સ્થિતિ થઈ જાય.’
સ્વામીશ્રી કહે : ‘જે છે એ છે. મહારાજે મનુષ્યતન ધાર્યું ને એમાં જ પરચા ઇચ્છીએ તો અર્થ શું ? હાથી કીડી બન્યા, હવે કીડીને હાથી ? એવું કરીએ એ અજ્ઞાન.’
હિતેષભાઈ કહે : ‘આ લોકમાં કેવું હોય - ઉંમર થાય એમ નિવૃત્તિ લે, શાંતિથી રહે. આપને તો જેમ વધારે ઉંમર થઈ એમ વધારે જવાબદારી આવતી ગઈ.’
સ્વામીશ્રી એકદમ ભાવથી બોલ્યા : ‘ભગવાન જ કરે છે બધું. આપણે કાંઈ કરતા જ નથી.’
પ્રમુખસ્વામી મહારાજ માટે ગવાયેલી કડી સ્વામીશ્રી માટે પણ એટલી જ લાગુ પડે છે : ‘શ્રીહરિ એક જ કર્તા-હર્તા...’
Vachanamrut Gems
Gadhadã II-42:
The Vastness of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar. It is not that those brahmãnds become small compared to Akshar; they still remain encircled by the eight barriers. Rather, it is because of the extreme vastness of Akshar that those brahmãnds appear so small…”
[Gadhadã II-42]