પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-12-2017, જયપુર
આજે અક્ષરપ્રેમદાસ સ્વામી જયપુરનો નકશો દૃષ્ટિપ્રસાદીનો કરાવવા લાવ્યા હતા; જેમાં કઈ જગ્યાએ કેટલો સત્સંગ છે, ક્યાં ક્યાં મંડળો ચાલે છે, તે માહિતી દર્શાવવામાં આવી હતી. અત્યારે કોઈ ને કોઈ મંડળ ચાલતું હોય તેવા 10 વિસ્તારો છે.
અક્ષરપ્રેમદાસ સ્વામીએ વિનંતી કરી કે ‘દૃષ્ટિ કરો કે બીજે બધે પણ સત્સંગ થાય.’
સ્વામીશ્રી નિર્દેશ કરતાં કહે : ‘ગઈકાલે જાહેરાતમાં ત્રણ યુવતી મંડળની જાહેરાત થઈ હતી અને અહીં બે જ છે.’
આશ્ચર્ય ! ‘એક તો ગઈકાલની, અને તેય જાહેરાતમાં અડધી સેકન્ડમાં બોલાઈ ગયેલી વાત... ! સ્વામીશ્રીને યાદ છે ?!’
તપાસ કરતાં ખબર પડી કે ખરેખર યુવતી મંડળ ત્રણ જ છે, તેથી ત્રણની જાહેરાત કરી હતી, પણ ચાલતાં હતાં બે જ, માટે લખ્યાં હતાં બે !
સૌને ખ્યાલ આવ્યો કે સભામાં થતી પ્રત્યેક જાહેરાત સૌથી એકાગ્રતાપૂર્વક સ્વામીશ્રી જ સાંભળે છે.
Vachanamrut Gems
Gadhadã II-23:
Cultivating the Mind, No Small Feat
“However, one whose mind remains unmoved – that is, it does not become ‘hot’ upon experiencing repulsive vishays and does not become ‘cold’ upon experiencing pleasurable vishays – should be known as a Param-Bhãgwat Sant. But indeed, it is no small feat to cultivate one’s mind in this manner.”
[Gadhadã II-23]