પ્રેરણા પરિમલ
લોયામાં સુરાખાચરના દરબારમા...
લોયામાં સુરાખાચરના દરબારમાં ઓરડામાં શ્રીજીમહારાજ બિરાજ્યા હતા. સુરાખાચર તથા તેમનાં પત્ની શાંતિબા પણ શ્રીજીમહારાજનાં દર્શન કરતાં ત્યાં બેઠાં હતાં.
એવામાં સુરાખાચરની નાની બાળકી વલુબા ગામમાંથી આવ્યાં અને 'નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભુ' એમ આહ્લેક લગાવી. શ્રીજીમહારાજે સુરાખાચરને કહ્યું: 'જાઓ જાઓ, ભિક્ષુક આવ્યા લાગે છે!'
સુરાખાચર કહેઃ 'મહારાજ! એ તો અમારી દીકરી છે.'
એટલામાં વલુબા મહારાજ પાસે આવ્યાં. મહારાજે વાત્સલ્યપૂર્વક પૂછ્યું: 'વલુ! તું આમ કેમ બોલે છે ?'
વલુબાએ કહ્યું: 'મહારાજ ! હું ભૂખી થાઉં ત્યારે આમ બોલું છુ.'
શ્રીજીમહારાજ તરત જ ઊઠીને રસોડે ગયા અને કોઠલામાંથી રોટલો ને દહીં કાઢીને વલુબાને ખવરાવ્યાં.
શ્રીજીમહારાજની આ પ્રેમમૂર્તિને નીરખતાં સુરાખાચરની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.
Vachanamrut Gems
Panchãlã-7.9:
God's Divinity
"In this way, the manifest form of Purushottam Nãrãyan is the cause of all; He is forever divine and has a form. One should not perceive any type of imperfections in that form…"
[Panchãlã-7.9]