પ્રેરણા પરિમલ
'સત્સંગ ભક્તિ દૃઢ રાખો, તો બસ છે.'
સ્વામીશ્રીને આજે સ્વાસ્થ્ય ઠીક નહોતું. સભામાં આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે એમના ગળામાં થતું દર્દ, એમના અવાજમાં સ્પષ્ટપણે અનુભવી શકાતું હતું. સ્વામીશ્રીનો અવાજ શિથિલ હતો. બોલાતાં વાક્યો પણ ખૂબ જ કષ્ટથી બોલાઈ રહ્યાં હતાં એવું પણ અનુભવાઈ રહ્યું હતું. છતાં શ્રદ્ધાથી સ્વામીશ્રીએ ૨૦ મિનિટ સુધી ઉપસ્થિત સૌને ધર્મલાભ આપ્યો.
સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે જૈમિનભાઈ પટેલ (ન્યૂજર્સી) અને દીપેનભાઈ પટેલે (ચૅરિહીલ) સ્વામીશ્રીને વિનંતી કરતાં કહ્યું, 'બાપા ! એક વસ્તુ માગવા આવ્યા છીએ.'
સ્વામીશ્રી કહે : 'શું ?'
તેઓ કહે : 'આપની માંદગી અમને આપો તો અમારા આ સ્થૂળ શરીરમાં કોઈ જ વાંધો નહીં આવે.'
સ્વામીશ્રી ચાલતાં ચાલતાં જ કહે : 'સત્સંગ, ભક્તિ દૃઢ રાખો, તો બસ છે.'
સ્વામીશ્રી જમવા પધાર્યા ત્યારે આ જ યુવકોએ ફરીથી એ માંગણી કરી.
સ્વામીશ્રી કહે : 'એમાં મનેય મઝા ન આવે, અને તમનેય મઝા ન આવે. એના કરતાં જે છે તે સારું છે. ભગવાન જેમ રાખે એમ રહેવું.'
(૧૨-૬-૨૦૦૪, એટલાન્ટા )
Vachanamrut Gems
Vartãl-17:
The Path of Pravrutti to Serve God and His Devotees
“… On the other hand, the renunciant who has adopted nivrutti dharma but also offers bhakti to God should vigilantly adopt the path of pravrutti related to God and His devotees while staying within the niyams prescribed by God. In fact, adopting the path of pravrutti in order to serve God and His devotees is the very definition of bhakti.”
[Vartãl-17]