પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-12-2017, જયપુર
આજે રાત્રિભોજન વખતે સ્વામીશ્રી કહે : ‘આજે (સભામાં) ધર્મપ્રકાશ સ્વામીનું નામ ન આવ્યું.’
વાત જાણે એમ હતી કે આજે સભામાં વિવિધ સંતો હાર પહેરાવવા આગળ પધાર્યા હતા, એમાં ધર્મપ્રકાશદાસ સ્વામીનું નામ બોલવાનું રહી ગયું હતું. સ્વામીશ્રીને આ સહેજે ગમ્યું નહોતું કારણ કે 1983થી શરૂઆતનાં 18 વર્ષ સુધી તેઓએ આ વિસ્તારમાં ખૂબ દાખડાભર્યું વિચરણ કર્યું હતું.
સેવક સંતોએ કહ્યું : ‘ભોજન પૂર્ણ થઈ જાય પછી તેમને બોલાવી લઈએ.’
પણ સ્વામીશ્રીએ ઇચ્છા દર્શાવી કે ‘તેમને અત્યારે જ બોલાવો.’
ધર્મપ્રકાશદાસ સ્વામીને બોલાવવામાં આવ્યા. સ્વામીશ્રીએ જમતાં જમતાં જ આજે ગુરુપૂજન વખતે તેઓના જમણા હસ્તે બાંધેલી નાડાછડી ડાબા હાથે છોડી નાંખી અને પછી જમણો હાથ લૂછીને જાતે જ ધર્મપ્રકાશદાસ સ્વામીના કાંડે નાડાછડી બાંધી દીધી. વળી, તેઓને થાળમાંથી પ્રસાદ પણ આપ્યો અને બોલ્યા : ‘શરૂઆતમાં સાથે બહુ ફર્યા.’
આયોજક સંતોએ પણ સ્વામીશ્રીની માફી માગતાં કહ્યું : ‘સ્વામી ! અમારી ભૂલ થઈ ગઈ.’
સ્વામીશ્રી ધર્મપ્રકાશદાસ સ્વામીને કહે : ‘તમને રજા મળતી નહોતી, પછી હૉસ્પિટલમાં તમારા પિતાજીને મળવા ગયા ને રજા મળી ગઈ !’
સંતોએ ધર્મપ્રકાશદાસ સ્વામીને પૂછ્યું : ‘આ ક્યારની વાત છે ?’
તેમણે કહ્યું : ‘1975, મુંબઈ. સાત વર્ષના સંઘર્ષ પછી રજા મળી હતી.’
પણ ખૂબીની વાત એ હતી કે 42 વર્ષ પહેલાંની વાત પણ સ્વામીશ્રીને કેટલી ઇદમ્ યાદ છે !
સ્વામીશ્રીની સ્મૃતિમંજૂષામાં આવું તો કેટ-કેટલું સંગૃહીત છે !!
Vachanamrut Gems
Vartãl-20:
Knowing What is True and False
“After a person has thoroughly known that which needs to be known – that this is true and this is false – he realises that except God’s form, all worldly forms are full of terrible miseries, and that they are all perishable. Also, he realises himself to be the ãtmã, distinct from his body, his indriyas and his antahkaran. After this, there is no object that would be strong enough to seduce him. This is because he sees all worldly forms as worthless. So, even if all of the indriyas of a person in whose heart such understanding has become firmly rooted were to extend outwards on the path of pravrutti, still he would not be disturbed by lust, anger, etc.”
[Vartãl-20]