પ્રેરણા પરિમલ
સંતો-ભક્તોના સંઘ સાથે વિચરતા શ્રીહરિ ...
સંતો-ભક્તોના સંઘ સાથે વિચરતા શ્રીહરિ બોટાદ પધાર્યા હતા. બોટાદના શેઠ ભગા દોશીને મહારાજની આજ્ઞા થઈઃ સંઘની બધી વ્યવસ્થા કરી, ખબર આપો.
શ્રીહરિની આજ્ઞા મુજબ સૌએ વ્યવસ્થા કરી દીધી. રાત્રે બધા મહારાજને ખબર આપવા ગયા. મહારાજ સૌની રાહ જોતા બેઠા હતા. પોઢવાની તૈયારી હતી.
મહારાજે પૂછ્યું: 'કેમ શેઠ! સંઘ બધો જમ્યો?'
ભગાશેઠ અને પાર્ષદોએ કહ્યું: 'હા, મહારાજ! સંઘ જમાડ્યો.'
'અને પશુઓની વ્યવસ્થા?'
'એ પણ થઈ ગઈ છે.'
મહારાજે પાર્ષદોને કહ્યું: 'તો બરાબર. સંઘ એટલે હરિભક્તો જ નહીં. પશુઓ પણ ગણવાનાં. આવો ભક્તિભાવ કેળવવો જોઈએ.'
શ્રીહરિનો સંઘ કેવો નિરાળો હતો કે જેમાં પશુઓને પણ ભક્તતુલ્ય આદર અપાતો હતો!
Vachanamrut Gems
Panchãlã-3.14:
Love For God
" Therefore, it is only appropriate that one develops love for God while behaving as the ãtmã. That is My principle, and one who develops love for God in this way is dear to Me…"
[Panchãlã-3.14]