પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-12-2017, હિંમતનગર
આજે મુલાકાતે કિશન પટેલ નામના હરિભક્ત આવ્યા હતા. સ્વામીશ્રી તેમને જોતાં જ કહે : ‘કેરલા - કોચીનવાળા...’ પછી કહે : ‘બાજુ-બાજુમાં ઘર છે...’
આ હરિભક્ત તો રાજી રાજી થઈ ગયા, કારણ કે 2013માં તેમણે કોચીન છોડી દીધેલું, પરંતુ તે વર્ષોમાં સ્વામીશ્રીએ તેમને ત્યાં જે પધરામણી કરી હતી, તે તેઓને હજુ ઇદમ્ યાદ હતી. તેમણે જણાવ્યું : ‘બાજુ-બાજુમાં’ એટલે મારું ને મારા કાકાનું ઘર બાજુ-બાજુમાં હતું, તેય સ્વામીશ્રીને યાદ છે !’
સ્વામીશ્રીનો સ્મૃતિકુંજ કેટલો મોટો છે !! એમાંથી સ્મૃતિ પ્રવાહ વહ્યા જ કરે છે.
Vachanamrut Gems
Gadhadã II-31:
The Five Eternal Entities
“… In this way, Purushottam, Purush, ishwar, jiva and mãyã are the five eternal entities…”
[Gadhadã II-31]