પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-12-2017, હિંમતનગર
આજે સ્વામીશ્રી નિયત વૉકિંગ પૂર્ણ કરી છેલ્લે આરામ માટે ખુરશીમાં વિરાજ્યા, ત્યારે સંતો અહીં પરિસરમાં રાખેલાં સસલાંઓ પૈકી એક સુંદર સસલું લઈ આવ્યા. સ્વામીશ્રીએ પોતાના જમણા સાથળ પર તેને બેસાડ્યું, રમાડવા લાગ્યા. સ્વામીશ્રી તે ભાગ્યશાળી સસલાના આખાય શરીર પર પ્રેમથી હાથ ફેરવી રહ્યા હતા. તેના કાન પણ પંપાળી રહ્યા હતા. તે સસલું પણ જાણે અનંત જન્મોથી આ સ્પર્શની રાહ જોઈને બેઠું હોય તેમ શાંતિપૂર્વક એ સ્પર્શને માણતું રહ્યું.
સંતોએ કહ્યું : ‘સ્વામી ! આનો આવતો જન્મ સત્સંગમાં પાકો ને ?’
સ્વામીશ્રીએ રાજી થઈને ‘હા’ પાડી. તો સંતોએ બીજી વાત મૂકી : ‘પણ સ્વામી ! એ તો આપના હાથમાં છે, સીધું પણ એનું કલ્યાણ થઈ શકે. બરાબર ને ?’
સ્વામીશ્રીએ ‘હા’ પાડી.
જવાનો સમય થઈ ગયો. એટલે સસલાને મુક્ત કરવામાં આવ્યું. પછી આનંદથી જૂની સ્મૃતિઓ તાજી કરતાં સ્વામીશ્રી કહે : ‘મેં બેંગકોકમાં વાઘ પર હાથ ફેરવ્યો હતો !’
સંતોએ કહ્યું : ‘તો તેનુંય કલ્યાણ ! બરાબર ને !’
સ્વામીશ્રીએ હા પાડી. પછી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ જે હાથી પર સવારીમાં વિરાજ્યા હતા તે સાત દિવસમાં ધામમાં ગયો.’
સંતોએ તરત કહ્યું : ‘તો આ સસલું... !’
તો સ્વામીશ્રી કહે : ‘ના ના, આ તો રહેશે. જે રીતે જવાનું હશે તે રીતે જશે.’
Vachanamrut Gems
Amdãvãd-3:
Attaing the state of Upashna
Thereupon Nityãnand Swãmi commented, “The method You have described for attaining the state of upsham, i.e., meditating upon God after ãtmã-realisation, is very difficult. Please tell us if there is another, easier method apart from that.”
Shriji Mahãrãj said, “A devotee of God who, firstly, deeply understands the greatness of God; and secondly, does darshan of God and serves Him and His Bhakta with extremely intense shraddhã, attains that upsham state.
[Amdãvãd-3]