પ્રેરણા પરિમલ
અમારા જીવનમાં ખાડાટેકરા કોણ પૂરશે?
તા. ૪-૪-૨૦૦૫, સારંગપુર
સ્વામીશ્રી પાછા વળી રહ્યા હતા. વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ ડંબેલ્સ લઈને અંગકસરત કરી રહ્યા હતા. આ ડંબેલ્સમાં અથડાવાથી ઉત્પન્ન થતા મધુરવની વચ્ચે ગોલ્ફકાર્ટ ચલાવી રહેલા સાધક વિનયે સ્વામીશ્રીને કહ્યું : 'બાપા ! આપ અહીં પધાર્યા એ પહેલા આ રસ્તા ઉપર ખાડાટેકરા હતા, અમે સરખા કર્યા, પરંતુ પાછા એવા ને એવા થઈ ગયા. એમ અમારા જીવનમાં જે ખાડાટેકરા છે એ કોણ પૂરશે ?'
'યોગીજી મહારાજ મળ્યા છે એ પૂરશે.' સ્વામીશ્રીએ તેઓને સધિયારો આપ્યો.
'પણ યોગીજી મહારાજને તો અમે જોયા નથી.'
'આ છે ને !' સ્વામીશ્રીએ વાક્યની શરૂઆત આ રીતે કરી અને ત્યારપછી વળી કહે : 'યોગીજી મહારાજની મૂર્તિ બધે જ દેખાય છે ને, એને જોયા કરવાની.'
'બાજુ માં બેઠા છે એને શું સમજવા ?'
'સાક્ષાત્ બેઠા છે.' આ રીતે નિશ્ચયાત્મક વાક્ય કહ્યા પછી સ્વામીશ્રી કહે : 'યોગીજી મહારાજ હૃદયમાં બેઠા છે. દરેકના હૃદયમાં છે. એને પ્રાર્થના કરવાની એટલે જીવનમાં ક્યાંય ખાડા કે ટેકરા આવે નહીં.'
Vachanamrut Gems
Panchãlã-7:
An Obstacle to Attaining Liberation
"… On the other hand, one who has doubts in realising God in this way, even if he is a staunch, urdhvaretã brahmachãri and a great renunciant, attaining liberation would still be extremely difficult for him."
[Panchãlã-7]