પ્રેરણા પરિમલ
શરીરનું અપ-ડાઉન તો થયા જ કરે...
(તા. ૧૪-૦૧-૨૦૦૮, મુંબઈ)
સંતોએ સ્વામીશ્રીને વિનંતી કરતાં કહ્યું, 'બાપા! આપનું સ્વાસ્થ્ય સાચવજો.'
સ્વામીશ્રી કહે, 'તબિયત તો સચવાય છે. તમે ભગવાનને પ્રાર્થના કરો છો એટલે તબિયત સારી થાય છે ને ચાલે છે. શરીરનું અપ-ડાઉન તો થયા જ કરે. જગતમાં દરેક માણસને અપ-ડાઉન તો થાય જ છે. નોકરી-ધંધામાં થાય એમ, મહારાજની ઇચ્છાથી છે. આવે તો ભોગવીય લેવું જોઈએ. એમાંય બહુ ચિંતા કરવાની જરૂર નહીં. સારું રહે ને બધાને ભગવાન ભજાય એ ભાવના છે એ સારી છે.'
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]