પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-12-2017, સુરેન્દ્રનગર
સ્વામીશ્રી આજે વિદાય થવાના હોવાથી દિવ્યકીર્તનદાસ સ્વામીએ ગળગળા થતાં કહ્યું : ‘બાપા ! આપ જશો પછી નહીં ગમે...’
સ્વામીશ્રી પ્રેમથી કહે : ‘આટલા સરસ ઘનશ્યામ મહારાજ છે, પ્રતાપી છે. એમાં ચિત્ત પરોવી દો. સંકલ્પો પૂરા કરશે...’ અને દિવ્યકીર્તનદાસ સ્વામીની આંખો ઓર ભાવવાહી બની...
તે કહે : “2008ના વર્ષમાં હું અહીં મુકાયો, શરૂઆતમાં ગમતું નહોતું ત્યારે સ્વામીબાપાએ અદ્દલ આ જ શબ્દો કહ્યા હતા : ‘બીજો સંકલ્પ કરવો નહીં. ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રતાપી છે. એમાં ચિત્ત પરોવી દો. બધા સંકલ્પો પૂરા કરશે...’ પ્રતીતિ આવી ગઈ કે સત્પુરુષ એના એ જ છે.”
Vachanamrut Gems
Loyã-16:
Eradicating Egotism
Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
[Loyã-16]