પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2017, સારંગપુર
આજે સ્વામિનારાયણ મહામંત્રને 216 વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં. તેથી પૂજા બાદ સ્વામીશ્રીએ આશિષ વરસાવતાં કહ્યું :
“એક શિષ્ય રાજી થઈને ગુરુને કહે : ‘મેં એક વ્યક્તિને રામ નામ લેવાનું કહ્યું ને તેના સંકલ્પ પૂરા થઈ ગયા.’ તો ગુરુએ અકળાઈને કહ્યું : ‘उल्लू के बच्चे, राम नाम भवजल तैरने के लिए है, ऐसे कार्य के लिए नहीं है।’ આપણે આવી શ્રદ્ધા ધરાઈએ. હૃદયના ઊંડાણમાં, ઊંડાણથી ભજન કરવું. એક વાર નામ લેવાથી મોક્ષ થઈ જાય એવું છે. સ્વામિનારાયણ નામથી શું ન થાય ? શ્રદ્ધા હોય તો અખંડ જાપ થયા જ કરે, કહેવું જ ન પડે. જેમ બેંકમાં પૈસા પડ્યા હોય તો નવરો પડે ને ગણતરી કર્યા કરે, અખંડ ચિંતવન થાય; તેમ સ્વામિનારાયણ નામનો મહિમા હોય તો અખંડ જાપ થયા કરે.
એક ઉંદર ચૂલા આગળ કૂદતો’તો - ત્રણ ફૂટ ખોદ્યું તો 8 રૂપિયા નીકળ્યા. 8 રૂપિયાનો આટલો કેફ ! આપણને 5 રૂપિયા જેટલોય વિશ્વાસ નથી. વિશ્વાસ હોય તો ભવ્ય કામ થાય, મોક્ષનું કામ થાય.”
Vachanamrut Gems
Gadhadã III-17:
A Grave Sin - having Affection for Anything Except God
“As a matter of fact, there are countless types of sins; but for a devotee of God, of all those sins, having affection for anything except God is an extremely grave sin. Therefore, if a wise person thinks over this story of Bharatji, he becomes extremely fearful in his heart with the thought, ‘What if I develop affection for anything other than God?’ In this manner, he becomes extremely afraid.”
[Gadhadã III-17]