પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-12-2017, ધોળકા
આજે સ્વામીશ્રી સભામંડપમાં ભૂમિભ્રમણ કરીને પરત પધારતાં લિફ્ટમાં કહે : ‘રોજ સવા મિનિટમાં એક રાઉન્ડ પૂરો થાય છે. આજે દોઢ મિનિટ થઈ.’
શ્રુતિપ્રિયદાસ સ્વામી આશ્ચર્યથી કહે : ‘સ્વામી ! વગર ટાઇમરે આપ એક્ઝેક્ટ બોલ્યા ! અને પાછું આપ કેટલું બધું એક સાથે કરતા હો છો ! - સભામંડપમાં પધરાવેલી મૂર્તિઓનાં દર્શન કરતા જાઓ છો, સંતોની આંખોમાં આંખો મેળવી ‘દિવ્ય છે... દિવ્ય છે...’ એમ બોલતા જાઓ છો અને આજુબાજુનું નિરીક્ષણ તો ખરું જ ! એની સાથે આપે ચોક્કસ સમય પણ માપી લીધો.’
સ્વામીશ્રી હસીને કહે : ‘ઘણું બધું માપ્યા વગર પણ ખબર પડી જાય છે.’
Vachanamrut Gems
Vartãl-18:
Behave According to My Words
“… Similarly, as I am your spiritual master, your guru and your preceptor, you should not imitate my physical behaviour. Instead, all of you should behave according to my words in the form of the respective injunctions which I have prescribed for those in my sampradãy; but none should imitate my behaviour.”
[Vartãl-18]