પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-12-2017, ધોળકા
આજે અમદાવાદના એક હરિભક્ત મુલાકાતે આવ્યા હતા. તેમની કથની આ પ્રમાણે હતી :
“ગયા ગુરુવારે તારીખ 30-11-2017ના રોજ તેમનાં પત્ની અચાનક ખોવાઈ ગયાં. ઘણી મહેનત કરી પણ મળ્યાં નહીં. બધાંનાં પેટમાં ફાળ પડી, ‘શું થયું હશે ?’ છેવટે તેમણે સ્વામીશ્રીને ફોન જોડ્યો. સ્વામીશ્રીએ કહ્યું - ‘ભાળ મળી જશે. પરત આવી જશે.’
જેવો સ્વામીશ્રીનો ફોન મુકાયો કે તરત એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે ‘તમારાં પત્ની અહીં રિવરફ્રન્ટ પર છે. આત્મહત્યા કરવા જતાં હતાં, પણ ‘મહંત સ્વામી, મહંત સ્વામી, કરતાં બેસી ગયાં છે ને રડે છે. તમે તાત્કાલિક આવીને લઈ જાવ.’ તે લઈ આવ્યા.
પણ થયું શું હતું ? તો જેવા સ્વામીશ્રીએ અહીં આશીર્વાદ આપ્યા ને તરત રિવરફ્રન્ટમાં પડવા જતાં બહેનને મહંત સ્વામી મહારાજની સ્મૃતિ થઈ આવી અને એ સ્મૃતિએ તેમને આત્મહત્યા કરતાં અટકાવી દીધાં હતાં !”
ગુરુહરિ ઐશ્વર્ય વાપરીને, પ્રવેશ કરીને પણ કેવી રક્ષા કરે છે, તેનો આ એક નમૂનો હતો.
Vachanamrut Gems
Gadhadã II-22:
An Ekantik Bhakta Summarized
“…‘An ekãntik bhakta does not believe his body to be his own true form; he believes himself to be chaitanya. He does bhakti of God while observing dharma, gnãn and vairãgya. Also, he maintains no desire for any object other than God.’…”
[Gadhadã II-22]