પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-12-2017, ધોળકા
સ્વામીની વાતોની ઍપ(App) માટેની ગોષ્ઠિમાં સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું :
‘સત્પુરુષની પરંપરા પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ ને આપ ચારેય પ્રગટ હતા. શ્રીજીમહારાજનો વાસ તો દરેકમાં સરખો છે. જેટલા શાસ્ત્રીજી મહારાજમાં તેટલો જ આપમાં, તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં યોગીજી મહારાજને કે આપને ખબર ન હોય કે ‘હું અક્ષરબ્રહ્મ છું ને મારામાં મહારાજ અખંડ રહ્યા છે,’ એવું તો બને નહીં ! તો પછી આપ પોતાનું સ્વરૂપ આટલું છુપાવી કેવી રીતે શક્યા ?’
સ્વામીશ્રી તરત જ કહે : ‘ચાર મર્સીડીઝ ગાડી હોય, ત્રણ યુઝ(વપરાશ)માં ન હોય ને એક યુઝમાં હોય એવી રીતે.’
‘પણ આટલું બધું સામર્થ્ય - ઐશ્વર્ય ઢાંકી કેવી રીતે શકો ?’
‘એ કહેવાનું ન હોય, નહીંતર કલ્યાણ કરવાનો માસ્ટર પ્લાન(યોજના) બગડી જાય.’ સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-27:
Having no Trace of Impure Desires
“… Therefore, one who wishes to attain liberation should do whatever pleases the great Purush. Such a Purush becomes pleased when there are no traces of impure desires left within one’s heart…”
[Gadhadã II-27]