પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-11-2017, જયપુર
આજે રાત્રિસભા દરમ્યાન સ્વામીશ્રીએ, હરિકૃષ્ણ મહારાજ ભોજન લેવા પધાર્યા અને તરત ઠાકોરજી (ત્રિમૂર્તિ - અક્ષરપુરુષોત્તમ મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ) માગ્યા હતા. આથી સંતો વચ્ચે ચર્ચા પણ થઈ કે ‘સ્વામીશ્રીએ અત્યાર સુધીની કોઈ સભામાં હરિકૃષ્ણ મહારાજ વિદાય લે ત્યારપછી પણ આવી રીતે ઠાકોરજી માગ્યા નથી, તો આજે સ્વામીશ્રીએ ઠાકોરજી કેમ માગ્યા ?’
કોઈને સંતોષકારક ઉત્તર મળ્યો નહીં. તેથી ચેષ્ટાગાન પછી સેવકોએ સ્વામીશ્રીને જ પૂછી લીધું : ‘સ્વામી ! આપે કોઈ વાર નહીં અને આજે જ ઠાકોરજી કેમ માગ્યા ? અન્નકૂટ ધરાવાતો હતો એટલે ?’
સ્વામીશ્રી કહે : ‘ના, બીજી બધી જગ્યાએ પાછળ, ઉપર કે આજુબાજુ ઠાકોરજી ને બાપા (પ્રમુખસ્વામી મહારાજ) હોય. અહીં નહોતા.’
કેવી અદ્ભુત પરાભક્તિ !! આવું તો કોઈએ નોધ્યું પણ નહોતું અને વિચાર્યું પણ નહોતું.
આવી પરાભક્તિ વિચારોમાંથી કે અનુભવોમાંથી નથી જન્મતી, હૃદયમાંથી જન્મે છે.
Vachanamrut Gems
Gadhadã II-51:
Only Behaving as the Atma does one Become Happy
“… Thus, as long as the influence of the gunas remains within a person, he will never experience happiness; only when he behaves as the ãtmã does he become happy.”
[Gadhadã II-51]